સુરત (Surat) : પારિવારિક ઝઘડામાં અઠવા પોલીસ (Police) અને ACP ઓફીસમાંથી ફોન કરી ધમકાવતા (Threaten) સિવિલના (Civil) RMO ઑફિસના કોન્ટ્રાકટ પરના કર્મચારીએ ડેટોલ (Detol) પી આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ કર્મચારીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની તબિયત સુધારા પર છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયેલા પીડિત યુવક સોહેબે જણાવ્યું હતું કે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સતીષ નામના કોન્સ્ટેબલે મામા સસરા પાસે મારી નજર સામે 15 હજાર લીધા હતા. ત્યારબાદ ACP ઓફીસમાંથી ફોન કરી ધમકી આપી કે ” બચ્ચું આપી દેજે નહિતર ઊંચકી જઈશું” રાત્રે નિવેદન માટે ભાઈ-બહેન ને બોલાવ્યા અને 2 કલાક બેસાડી રખાયા, સાહેબ હું ગુંડો કે બુટલેગર નથી એક જવાબદાર કર્મચારી અને સિટીઝન છું, પોલીસના માનસિક ત્રાસથી કંટાળી આવું પગલું ભરવા મજબૂર બન્યો છું.
સોહેબ ગુલામ શેખ (ઉ.વ.33) એ જણાવ્યું હતું કે તેના લગ્ન ને દોઢ વર્ષ થયા છે. એક 9 મહિનાનો દીકરો છે. બસ નાની નાની વાતોમાં પત્ની સાથે રકઝક થતી હોય છે. ગુરુવારના રોજ નાની રકઝક બાદ મામા સસરા અને માસી સાસુએ અમારા પારિવારિક ઝઘડામાં ડોક્યુ કરી વિવાદ ઉભો કર્યો હતો. જબરજસ્તી પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ મારા જ ઘરની નીચે ફીનાઇલના કોગળા કરાવી સ્મીમેરમાં દાખલ કરાવી મને પોલીસ કેસમાં ફસાવવાની કોશિશ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આટલાથી મન નહિ ભરાયું કે તેમને અઠવાના સતીશ નામના કોન્સ્ટેબલને મારી નજર સામે 15 હજાર આપી મને ધમકી અપાવી હતી. સતીશ મને કહે “તને જેલ મોકલાવ્યા વગર નહિ રહું” ત્યારબાદ ACP ઓફિસમાંથી ફોન આવ્યો ને ધમકાવીને કહે બચ્ચું આપી દેજે નહિતર ઊંચકી જઈશું, સાહેબ હું કઈ ગુંડો કે બુટલેગર નથી કે આવી વાત કરો, બસ આવી રીતે હેરાન કરવાનું શરૂ કર્યું અને રાત્રે મને અને મારી બહેન ને નિવેદન માટે રાત્રે 8 વાગે બોલાવ્યા ત્યારબાદ 10 વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કહે તારી જેલ પાક્કી છે હોશિયાર ન બનતો, સાહેબ એક પારિવારીક ઝઘડામાં પોલીસ આટલું નિર્દય બની જાય એનો અહેસાસ કરી ડર લાગવા લાગ્યો છે. બીજી તરફ મામા સસરા અમે માસી સાસુ મારા ઘરમાં આવી રૂમમાંથી લોકર તોડી બધા કપડા, દાગીના, મારા પગાર ના 12 હજાર ની રોકડ પણ લઈ ને ચાલી ગયા છે.
મારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી અને મારી પત્નીની ફરિયાદ કઈ મને જેલમાં નાખી દેવાનું આયોજન કરી રહ્યા છે. સવારથી જ પોલીસની ધાક-ધમકી અને માનસિક તણાવ વચ્ચે મેં આવું અંતિમ પગલું ભર્યુ હતું. હાલ સિવિલમાં દાખલ છું, બસ મને જિંદગી થી કયા મારા સાસરિયાઓ અને પોલીસથી ન્યાય મળે એવી આશા રાખું છું.