World

ચીનના વુહાનમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, શહેરભરમાં લોકડાઉન જાહેર

નવી દિલ્હી: હમણાં માંડ કોરોનાથી (corona) લોકો ને રાહત મળી હતી ત્યાં ફરી એકવાર કોરોનાએ ફરી ચીનના (china) વુહાનમાં માથું ઉચક્યું છે. મળતી માહિતી મુજબ 10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા જિલ્લામાં લોકડાઉન જાહેર (Lockdown) કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. વુહાનમાં બાર, સિનેમા હોલ અને કાફે બંધ કરી દેવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ચીનના જિયાંગ્ઝિયામાં કોરોનાના ચાર કેસ સામે આવ્યા છે. જે બાદ સરકારે આ પગલું લીધું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જિયાંગ્ઝિયાના શહેરી વિસ્તારમાં ત્રણ દિવસ માટે “અસ્થાયી નિયંત્રણ પગલાં” લાગુ કરવામાં આવ્યા છે.

કોરોનાના કેસોને જોતા વહીવટીતંત્રે બાર, સિનેમાઘરો અને ઈન્ટરનેટ કાફે બંધ કરી દીધા છે. આ ઉપરાંત બજાર, રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બસોથી લઈને તમામ જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને શહેર ન છોડવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે તે ખૂબ જ જરૂરી હોય.

જણાવી દઈએ કે વિશ્વનું પ્રથમ લોકડાઉન 2020ની શરૂઆતમાં ચીનના વુહાનમાં લાદવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોકો બે મહિના સુધી ઘરની બહાર નીકળી શક્યા નથી.

Most Popular

To Top