નવી દિલ્હી: ભારત (India) -ન્યૂઝીલેન્ડ (New Zealand) વન-ડે સિરીઝની બીજી મેચ શનિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ભારતીય ટીમના કેપ્ટન (Captain) રોહિત શર્માએ (Rohit Sharma) આ મેચમાં 51 રનની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે શાનદાર શોટ્સ પણ ફટકાર્યા હતા. ત્યારે આ મેચમાં ઘણી રમૂજી અને રસદપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી. જેમાં ખાસ કિસ્સો કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલો છે.
ભારતીય ઈનિંગની 10મી ઓવર ચાલી રહી હતી, આ સમયે રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર હતા. ત્યારે અચાનક જ એક નાનકડો ફેન સુરક્ષા ઘેરો તોડી મેદાનમાં દોડી આવ્યો હતો. આ ફેન રોહિત તરફ દોડ્યો અને ભારતીય કેપ્ટનને વળગી પડ્યો હતો. એટલામાં સુરક્ષાકર્મીઓ પણ પહોંચી ગયા હતો. ત્યાર પછી સુરક્ષાકર્મીઓને તે ફેન વિરુદ્ધ કાર્યવાહી ન કરવા રોહિત શર્માએ આગ્રહ કર્યો હતો.
જ્યારે ભારતીય ઇનિંગ્સની 10મી ઓવર ચાલી રહી હતી ત્યારે અચાનક મેદાનમાં હંગામો મચી ગયો હતો. એક બાળક દોડતો આવ્યો અને રોહિત શર્માને ગળે લગાવ્યો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ બાળકને પકડવા આવ્યા, પરંતુ રોહિત શર્માએ તેને સજા ન કરવાની અપીલ કરી હતી. બીજી વનડેમાં રોહિત શર્માએ 51 રનની ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 5 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. રોહિત શર્મા લાંબા સમયથી સદીની રાહ જોઈ રહ્યો છે, અને સતત તે રનનો વરસાદ કરી રહ્યો હતો.
રોહિત શર્માની વાત કરીએ તો તેના બાળકોમાં તેની ઘણી ફેન ફોલોઈંગ છે. આ સિરીઝની શરૂઆતમાં પણ એક ફેન રોહિત શર્માને મળવા આવ્યો હતો અને ભારતીય કેપ્ટનને જોઈને ખૂબ રડવા લાગ્યો હતો. રોહિત શર્મા તેની નજીક પહોંચી ગયો અને તેના ગાલ પણ ખેંચ્યા હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.
જો ભારતીય કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી વનડેમાં 240 મેચમાં 9681 રન બનાવ્યા છે, તેની પાસે 29 સદી અને 48 અડધી સદી છે. રોહિત શર્માએ ODI ક્રિકેટમાં અત્યાર સુધીમાં 267 સિક્સ ફટકારી છે, જે કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે.