વડોદરા કોર્પોરેશનની વડી કચેરીના કેટલાક વિભાગોમાં RTI એક્ટિવિસ્ટ સહિત ભાગબટાઉ કિરદાર શિકારની શોધમાં ફરે છે

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલીક કચેરીઓમાં ચાલતા ગોરખધંધા ખુલ્લા પડતા જાય છે.કેટલાક વિભાગોમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ , વાઘા આપનાર, વચેટિયા, વહીવટદાર, દલાલ , એજન્ટ પૂર્વ કાઉન્સીલર, સામાજિક કાર્યકર દિવસ-રાત શિકારની શોધમાં ફરતા રહે છે.તોડપાળી કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ લોકહિતમાં કે વડોદરાના હિતમાં કામ કરવાને બદલે લાગતા-વળગતા હિત ધરાવનારાઓને ટાર્ગેટ બનાવી માહિતી ભેગા કરતા રહેતા હોય છે. સમીકરણ ગોઠવાય ચોક્કસ રકમની ગોઠવણ થાય , ભાગબટાઈ નક્કી થયા બાદ, વાંધા – વિરોધ અરજી ખેંચી લેતાં હોય છે. આવા કહેવાતા લોકો સામે એસીબીના અધિકારીઓ ની નજર પણ હોય છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની  વડી કચેરીના કેટલાક વિભાગોમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ , વાઘા આપનાર, વચેટિયા, વહીવટદાર, દલાલ , એજન્ટ પૂર્વ કાઉન્સીલર, સામાજિક કાર્યકર દિવસ-રાત શિકારની શોધમાં ફરતા રહે છે.કેટલાક આવા તોડ-પાણી કરનારા ખનડેરાવ માર્કેટ માં ઓફિસ ખુલતા પહેલા હાજર હોય છે અને ઓફિસ બંધ થાય ત્યાં સુધી દરેક વિભાગ માં નજર હોય છે. કેટલાક ચોક્કસ ચેમ્બરો માં- ઓફિસમાં બેસી રહે છે. સવારના ચા નાસ્તાથી લઈ જમવા સુધીની વ્યવસ્થા થઈ જાય છે.  કેટલાક અધિકારીઓ માટે આવા વચેટિયાઓ કમાઉ દીકરા જેવા બની ગયા છે.

અધિકારીઓ જ વચેટિયાઓની અરજીઓ- વાંધા – ફરિયાદ કરવા પ્રેરે છે. તે ફરિયાદને આધારે મોટી રકમના સેટિંગ થાય છે. આની ફરિયાદોને આધારે અધિકારીઓ સામાવાળાને નોટિસ આપી દબાણ વધારતા રહે છે. જ્યારે સામાવાળા થાકી જાય કોઈ રસ્તો ના દેખાય ત્યારે એ જ અધિકારીને શરણે જાય એજ અધિકારી વાંધેદાર સાથે સેટીંગ કરી તોડ કરાવી આપે. આવા વચેટિયાઓ મનુભાઇ ટાવર અને ખંડેરાવ માર્કેટ વચ્ચે સંકલન પણ કરી લે છે. તોડપાણી કરનાર RTI એક્ટિવિસ્ટ લોકહિતમાં કે વડોદરાના હિતમાં કામ કરવાને બદલે લાગતા-વળગતા હિત ધરાવનારાઓને ટાર્ગેટ બનાવી માહિતી ભેગા કરતા રહેતા હોય છે.

સ્ફોટક માહિતી ભેગી કર્યા બાદ, ફરિયાદો ઉભી કરી મીડિયામાં બાઇટ આપી મામલાને વિવાદમાં નાખી ચગડોળે ચડાવી દેતા હોય છે. કોર્ટ-કચેરીની ધમકી આપતા ફરે છે. કેટલાક કિસ્સામાં સીએમ પોર્ટલ અને પીએમ પોર્ટલ ઉપર અરજીઓ કરી અધિકારીઓ પાસેથી મોટી રકમ પડાવતા રહે છે. આવા વાંધા ઊભા કરનાર કહેવાતા આરટીઆઇ એક્ટિવિસ્ટ કેટલાક નેતાઓ ની સાથે પણ સતત સંપર્કમાં રહી ગાઈડ કરે છે.આમ વડી કચેરીમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવે તે જરૂરી બને છે.

તોડપાણી કરતા વચેટિયાઓની પોલીસ ધરપકડ કરશેે
શહેર પોલીસ કમિશનર વખતો વખતના પરિપત્રમાં આવા પ્રકારના એજન્ટો, દલાલો, વચેટિયાઓ સરકારી કચેરી અર્ધસરકારી કચેરીઓમાં ફરસે તો જાહેરનામાનો ભંગ હેઠળ ધરપકડ કરવામાં આવશે. જાહેરનામાના ભંગનો હેતુ શુભ હેતુ એ છે કે ભ્રષ્ટાચાર થાય નહીં અને નિર્દોષ નાગરિકો ભોગ બને નહીં, સરકારી વિભાગની છાપ સારી પડે, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ચેમ્બરમાં સવારથી સાંજ સુધી સતત આવા તોડબાજ વચેટિયાઓ બેઠક હોય છે.

મારી ખાઉ વચેટિયા પર એસીબીની ચાંપતી નજર
એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોય, જે પ્રમાણે પોલીસના બાતમીદાર હોય છે તેવી રીતે એસીબીના પણ બાતમીદારો હોય છે. દલાલો, એજન્ટો, વચેટિયા ઉપર એસીબી નજર રાખીને બેઠી છે સમય આવે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરાશે.

દલાલો પ્રત્યે પોલીસ પહેલા પણ કડક થઇ હતી
એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે જે પણ સરકારી વિભાગમાંથી લેખિતમાં ફરીયાદ પોલીસને આપવામાં આવે છે. તેની પર અમે કાર્યવાહી કરતા હોય છે. થોડા વખત પહેલા શહેરના કુબેર ભવન અને નર્મદા ભુવનમાં પણ દલાલો ,એજન્ટો અને વચેટિયાઓની ફરિયાદ આવતા તેમની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

વચેટિયાઓ ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખે છે

મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખા, ટાઉન પ્લાનીંગ શાખા, જમીન-મિલકત, ડ્રેનેજ, રોડ, બ્રિજ, બિલ્ડીંગ, સોલિડવેસ્ટ, વહિકલ પુલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ ,સુવેઝ, એફોરટેબલ હાઉસિંગ, ફ્યુચરિસ્ટીક પ્લાનિંગ, સ્ટ્રીટલાઈટ ,આઇટી વિભાગ, આરોગ્ય સેનેટેશન વિભાગ ,એકાઉન્ટ વિભાગ, પાણી પુરવઠા શાખા, જન્મ-મરણ શાખા, આકારણી શાખા, ફાયર વિભાગ, વોર્ડ ઓફીસ, સભા સેક્રેટરી, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર કચેરીની લોબીમાં દલાલ, એજન્ટો, વચેટિયા ઓ સાંઠગાંઠ કરતા ફરે છે.

અગાઉ એસીબીએ ટ્રેપ ગોઠવી અધિકારીઓની ગુના હેઠળ ધરપકડ થઈ છે
પાલીકામા અગાઉ સિટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર ,ચીફ ફાયર ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર, બાંધકામ પરવાનગી શાખા કર્મચારીઓ, આરટીઆઇ કરનાર બોગસ પત્રકાર મ્યુનિસિપલ કમિશનર કચેરીમાંથી વુડાના અધિકારીની પણ એસીબીના ગુના હેઠળ ધરપકડ થઈ છે. તેઓને જેલ ભેગા કર્યા હતા પાછળથી જામીન પર છૂટયા હતા. હાલમાં કોર્ટ માં ચાર્જશીટ દાખલ થઇ હતી અને કેસ ટ્રાયલમાં ચાલુ પણ છૅ. તાજેતરમાં એક ચકચાર કેસ માં એક્ટિવિસ્ટ સામે કોઈ ભોગ બનનારે પોલીસ માં ફરિયાદ કરી હતી.

Most Popular

To Top