Vadodara

આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી મીઠાઈ-ફરસાણનું ચેકિંગ

વડોદરા : નવરાત્રી તેમજ વિજયાદશમીના પર્વ નિમીત્તે ફાફડા,જલેબી ,બેસન,ઘી વિગેરેનું ટેસ્ટીંગ પાલિકાના આરોગ્ય વિભાગની ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા વડોદરા શહેરનાં ખંડેરાવ માર્કેટ ચા૨ ૨સ્તા,અકોટા,ઓ.પી.રોડ વિસ્તારની 9 દુકાનોમાં સ્થળ ૫૨ જ ચેકીંગ ક૨વામાં આવ્યું હતું.જે ચેકીંગ દરમ્યાન ફાફડા ,જલેબી,ખોયા સ્વીટ વિગેરેનાં 36 નમુના લેવામાં લેવામાં આવ્યા હતા.તેમજ રાંધન તેલની ઘનતા તપાસવા માટેનાં ટી.પી.સી. મશીનથી 14 સ્થળોએ ટી.પી.સી. મશીનથી તેલની ઘનતા ચકાસવામાં આવી હતી.

વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઈન્સ્પેક્ટરોની 3 – ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી શહેરનાં વિવિધ વિસ્તા૨ની 78 – મેનુફેકચરીંગ યુનીટો તેમજ દુકાનોમાં ચેકીંગની કામગીરી હાથધરવામાં આવી છે.જે  દરમ્યાન ફાફડા ,જલેબી ,ઘી ,બેસન , સીંગતેલ ,પામોલીન તેલ, કપાસીયા તેલ , ચોરાફળી,ચટણી,બેસન ચટણી , અન્ય રોમટીરીયલ્સ વિગેરેનાં કુલ 109 નમુના લેવામાં એકત્ર કરી પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.તેમજ મિઠાઇમાં બેસ્ટ બીફોર ડેટનું ચેકીંગ કરાયું હતું.સાથે કોવિડ 19ની ગાઇડ લાઇનનું પાલન કરવા તમામને સુચના આપવામાં આવી હતી.

જ્યારે આશરે 5 કિલો પેપર પસ્તી અને 15 કિ.ગ્રા.અખાધ પદાર્થોના જથ્થાનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.જ્યારે વડોદરા શહરેનાં નવાબજા૨,સ૨દા૨ ભવનનો ખાંચો, મકરપુરા , વાઘોડીયા રોડ , આજવા રોડ ,ગોરવા, ગોત્રી વિસ્તા૨માં છુટક વેચાતા દુધની 12 દુકાનોમાં ચેકીંગની કામગીરી કરી દુકાનોમાંથી 13 નમુના એકત્ર કર્યા હતા.તેમજ મરચા પાઊડરની સ્પેશીયલ ડ્રાઇવ યોજી હતી.જેમાં મરચા પાઉડરનું વેચાણ કરતા હાથીખાના વિસ્તારનાં દિનેશ મોહનભાઇ પંજવાણી  કુડ બીઝનેશ ઓપરેટ૨ આઇ -15,ધનગુરુ એન્ટરપ્રાઇસ ખાતેથી મરચા પાઉડ૨ ગુરુજી,કાશમીરી કુમ્હી, લૂઝનો 1 નમુનો તેમજ મરચા પાઉડરનો 21.5 કિ.ગ્રા.આશરે કિમંત રૂ.6,880 નો જથ્થો સીઝ ક૨વામાં આવ્યો હતો.

આ ઉપરાંત ચોખંડી વિસ્તારનાં દિપક જયરામદાસ છુગાણી કુંડ બીઝનેશ ઓપરેટ૨ ,પાયલ ટ્રેડર્સ ગોડાઉનમાં મરચું પાઉડ૨ લૂઝનાં 2 નમુના તેમજ તેજા મરચુ પોલીથીન પેક 500 ગ્રામ લૂઝનો 1 નમુના મળી કુલ 3 નમુના લેવામાં આવ્યા છે.આ જગ્યાએથી મ૨ચા પાઉડરનો 224 કિ.ગ્રા.આશરે કિમંત રૂ.43,680નો જથ્થો સીઝ ક૨વામાં આવ્યો હતો.આમ દુધ તેમજ મરચાની ખાસ ડ્રાઇવમાં કુલ 16 નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top