Business

પ્રમાણભાન

દરેક વાતો અથવા વ્યવહારમાં પ્રમાણનો ખ્યાલ ‘સેન્સ ઓફ પ્રોપોર્શન’ રાખવા જોઈએ. વાણી, વર્તન અને વ્યવહારમાં પ્રમાણ,માપ અને ધોરણ જાળવીને સમજદારીપૂર્વક આગળ વધવું જોઈએ. જો આપણી રજૂઆતમાં આગવી સમજ, ધ્યાન અને કાળજી-સાવચેતી ન રાખીએ તો કોઈ વિશ્વાસ કરતું નથી. તમામ વ્યવહારમાં સાવચેતી રાખીએ તો સામેની વ્યક્તિને રસ પડે એટલે માનવાલાયક પ્રામાણિક વાતો કરવી જોઈએ. સમજ-સમજણ વગરની વાતોમાં કોઈ દરકાર કરતું નથી. ખાતરીથી કહી શકાય તેવી વાતો સૌ કોઈ સ્વીકારે છે. 

આજકાલ તો ઘણાંને ગપ્પાં મારવાની જાણે આદત પડી ગઈ હોય એવું જણાય છે. આધાર વગર કલ્પનાવિહાર કરે. માનવામાં ના આવે તેવી મોટી-મોટી વાતો કરે. ભવ્ય ભૂતકાળની વાતો કરે અને કહે , બાપ-દાદા પાસે જહોજલાલી હતી. અરે ભાઈ, વર્તમાનમાં આપણે કયાં છીએ? તો સ્પષ્ટતા મળે. ટૂંકમાં તમામ વ્યવહારમાં સાવચેતી ‘કોન્શિયસનેસ’ રાખીએ. ભૂતપૂર્વ વાતોને દૂર રાખી વર્તમાન સુધારીએ અને સુખદ ભવિષ્ય મળે તે માટે કટિબદ્ધ બનીએ તો સારું.
નવસારી           – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાખનાં રમકડાં
સોશ્યલ મિડિયા પર ટેકસાસની કંપની એક અજીબ જાહેરાત લખ્યું હતું અમે તમારા પ્રિયજનની રાખમાંથી ડાયમંડ બનાવી આપીશું? એડલ આર્ચરે આ કંપની 2017માં શરૂ કરી હતી.  આ અદ્ભુત આઈડિયા ડાયમંડ ઈઝ ફોર એવર! વળી હીરો તો પ્રેમનું પ્રતીક છે એટલે પ્રિયજન ભલે સાથે ના હોય પણ એમની જ રાખમાંથી બનેલો ડાયમંડ હંમેશા આપણી પાસે યાદગીરી તરીકે  હોય.

ખાસ વાત એ કે આપણી પેઢી દર પેઢી પૂર્વજોને અને દામ્પત્ય જીવનમાં બેમાંથી એક ન હોય ત્યારે આપણું પ્રિયજન હીરાના રૂપમાં અને એમના આશીર્વાદ તરીકે ડાયમંડ રીંગ આપણા હાથમાં જ હોય. આમેય આપણે સૌ રાખનાં રમકડાં જ છીએ.  સ્મશાનની રાખ હોય કે વીતી ગયેલા પ્રેમ કે પ્રસંગના યાદોની રાખ એ જ હજારો કેરેટના હીરા જેવું અંતિમ અને સનાતન સત્ય છે. એટલે કહ્યું છે અવિનાશ વ્યાસે રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા છે. મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને આવ્યા રે.
ગંગાધરા – જમીયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top