Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર એક મહિલા અચાનક જ પોતાના કપડાં ઉતારવા લાગી અને પછી….

કાન્સ: હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes film festival) ચાલી રહ્યું છે. આ ફેસ્ટમાં ઘણી અભિનેત્રીઓ પોતાનો જાદૂ વિખેરી રહી છે. ભારત (India) માટે આ વખતનું કાન્સ ફેસ્ટિવલ ખૂબ જ મહત્વનું રહ્યુ છે. ભારતને કન્ટ્રી ઓફ ઓનરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યુ હતુ. તેમજ સમગ્ર ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ ઝલક જોવા મળી રહી છે. આ દરમિયાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી.

આ ફેસ્ટમાં કાર્યક્રમ દરમિયાન એક મહિલા રેડ કાર્પેટ (Red Carpet) પર એકાએક કપડાં ઉતરવા લાગી હતી. મહિલાની આ હકકતથી ફેસ્ટિવલમાં ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ફેસ્ટિવલમાં બનેલી ચોંકાવનારી ઘટના પછી તરત જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બોડીગાર્ડ્સ એક્શનમાં આવ્યા હતા અને તેમના કોટની મદદથી મહિલાના શરીરને ઢાંકી દીધું હતું. જ્યોર્જ મિલરની ફિલ્મ ‘થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લોંગિંગ’ના પ્રીમિયર દરમિયાન બનેલી આ ઘટનાએ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં હાજર દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ મહિલાના જણાવ્યા અનુસાર યુક્રેનમાં (Ukraine) થઈ રહેલા બળાત્કાર વિરુદ્ધ સંદેશ આપવા માટે તેણીએ પોતાના કપડા ઉતાર્યા હતા. આ ઘટનાનો પર્દાફાશ કરનાર મહિલાના શરીર પર યુક્રેનિયન ધ્વજના વાદળી અને પીળા કલરની બાજુમાં ‘સ્ટોપ રેપિંગ અસ’ લખવામાં આવ્યું હતું. આ સિવાય મહિલાના પગ પર પણ લાલ રંગ લગાવવામાં આવ્યો હતો. યુક્રેનમાં થઈ રહેલા બળાત્કારનો પર્દાફાશ કરવા માટે મહિલાએ આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો. તેમજ ‘અમારો બળાત્કાર ન કરો!’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પરંતુ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન સંકટ પરથી પડદો ઉંચકાયો છે.

અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કાન્સ 2022 ના ઉદ્ઘાટન પર સંદેશ આપ્યો હતો. યુદ્ધ વિરુદ્ધ બોલતા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આજે સિનેમા શાંત નથી તે સાબિત કરવા માટે અમને નવા ચાર્લી ચૅપ્લિનની જરૂર છે. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ચાર્લી ચેપ્લિન દ્વારા બનાવવામાં આવેલ એડોલ્ફ હિટલરના વ્યંગનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશમાં થઈ રહેલા દુષ્કર્મ અંગે પણ વાત કરી હતી. તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે ગયા મહિને તપાસકર્તાઓને રશિયન સૈનિકોના કબજા હેઠળના વિસ્તારોમાં “સેંકડો બળાત્કારના કેસ”ના અહેવાલો મળ્યા હતા. મળતી માહિતી મુજબ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી રશિયન સૈનિકોએ યુક્રેનિયન નાગરિકો પર બળાત્કાર કર્યો હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.

Most Popular

To Top