સુરત (Surat) : અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોરનું (Ahmedabad Mumbai HighSpeed Rail Corridor) પહેલું રેલવે સ્ટેશન (Railway Station) સુરત બુલેટ ટ્રેન સ્ટેશનનો (Surat Bullet Train Station) કોનકોર્સ અને રેલવે લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે. આ કામ તેની એક વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગયું છે. એટલે આ પ્રોજેક્ટના દક્ષિણ ગુજરાતમાં પાંચ પુલ અને સુરત રેલવે સ્ટેશનના કોનકોર્સનું મહત્વનું કામ પૂર્ણ થઈ ગયું છે.
- સુરત બુલેટ ટ્રેન સ્ટેશનનો કોનકોર્સ અને રેલવે લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો
- આ પ્રોજેક્ટના દક્ષિણ ગુજરાતમાં પાંચ પુલ અને સુરત રેલવે સ્ટેશનના કોનકોર્સનું મહત્વનું કામ પૂર્ણ થઈ ગયું
નેશનલ હાઈસ્પીડ રેલ કોરીડોર લિમિટેડ (NHSRCL) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરત બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનો પહેલો સ્લેબ 22 ઓગસ્ટ 2022 ના રોજ નાખવામાં આવ્યો હતો. છેલ્લો સ્લેબ 21 ઓગસ્ટના રોજ નાખવામાં આવ્યો હતો. આમ એક વર્ષના નિર્ધારીત સમયગાળામાં કોનકોર્સ અને રેલવે લેવલ સ્લેબ બંને કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
સુરત બુલેટ ટ્રેનનો કોનકોર્સ 450 મીટર લાંબો અને રેલવે લેવલ પણ 450 મીટર લાંબો છે. કોનકોર્સ લેવલનું ડાયમેન્શન 37.04 ગુણ્યા 450 મીટર છે. જેમાં 9 સ્લેબ છે. તે માટે 13672 ઘન મીટર કોંક્રીટ અને 2785.43 મેટ્રીક ટન સ્ટીલ વપરાયું છે. આમ આટલું મોટું કામ માત્ર એક વર્ષમાં પુરૂ કરી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં હાઈસ્પીડ રેલ કોરીડોર પર પાંચ પુલ બની ગયા છે. કોનકોર્સમાં વેઇટિંગ એરિયા, બિઝનેસ રૂમ, નર્સરી, દુકાન અને કિઓસ્ક તેમજ ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર કેર હશે.