શહેરના કેટલાક વિસ્તારોમાં આવેલી હોટલો અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાઓ પર પોલીસ અવાર નવાર છાપો મારીને દેહવેપાર કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. દરમિયાન વધુ એક બનાવ સામે આવ્યો છે. જહાંગીરપુરામાં એક સ્પાની આડમાં ધમધમી રહેલ કુટણખાના ઉપર પોલીસે રેઇડ કરી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી છે. જયારે સંચાલક અને ભાગીદારો સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો અને ત્યાર બાદ કુટણખાનું ચાલતું હોવાની પુષ્ટિ કરીને રેઈડ કરવામાં આવી હતી. એન્ટી હ્યુમન ટ્રેફિકિંગ યુનિટની ટીમને મળેલ બાતમીને આધારે જહાંગીરાબાદ કેનાલ રોડ, સમર્પણ હાઉસની સામે આવેલા ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન નં.212 માં એ-વન ગ્રીન નામના સ્પામાં રેઇડ કિરી હતી અને દેહવેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
દેહવેપાર માટે મહિલાઓને મુંબઈથી બોલાવી
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સુશીલકુમાર ઉર્ફે ગુરુ ઓમપ્રકાશ યાદવ ( રહે. પાંડેસરા) તેમજ રૂખસાર સમીર ( રહે- મચ્છલી સર્કલ સગરામપુરા ) નાઓ ભાગીદારીમાં સ્પાની આડમાં આ કુટણખાનું ચલાવી રહ્યા હતા અને મહિલાઓને મુંબઈ-મહારાષ્ટ્રથી બોલાવી સ્પામાં દેહવેપાર માટે રાખવામાં આવી હતી. પોલીસે ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. જ્યારે સ્પાના સંચાલક તરીકે સાહિલ સોહિલ ખાનને રાખવામાં આવ્યો હતો.
હેપ્પી એન્ડિંગ માટે 1000 ચાર્જ વસૂલાતો હતો
સ્પામા આવતા ગ્રાહકો પાસેથી 1000 લઈને શરીર સુખ માણવા સવલતો પુરી પડવામાં આવતી હતી. પોલીસે ડમી ગ્રાહકને 1000 આપીને સ્પામાં મોકલ્યો હતો અને કુટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન તેમજ અન્ય સામગ્રી મળીને કુલ 16000 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સુશીલકુમાર ઉર્ફે ગુડુ ઓમપ્રકાશ યાદવ, રૂખસાર સમીર અને ફૈઝલને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.