નવી દિલ્હી: વલી સાલેક (wali salek) સોમવારે કાબુલ (Kabul)માં તેના પરિવાર સાથે ઘરે હતો ત્યારે તેને છત (body on terrace) પરથી જોરદાર અવાજ સંભળાયો. 49 વર્ષીય સિક્યુરિટી ગાર્ડે કહ્યું, “તે ટ્રકનું ટાયર ફાટવા જેવું હતું.” તેણે ટેરેસ પર જોયું તો ત્યાંથી ત્રણ ફ્લાઇટ્સ ગઈ અને એક ફલાઇટ (Flight)માંથી નીચે પટકાયેલી બે વ્યક્તિની લાશ નીચે પડી હતી.
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના કબ્જા બાદ લોકો કાબુલ એરપોર્ટ (Kabul airport)પર એકત્ર થઇ ગયા હતા, અને કોઈ પણ ફલાઇટમાં બેસી દેશ છોડવાની ફિરાકમાં હતા, દરમિયાન યુએસ એરફોર્સના વિમાનમાં લોકલ ટ્રેનની જેમ માણસો ચડી ગયા હતા, અને અચાનક જ ઉપડેલી ફલાઈટમાંથી કેટલાક લોકો ઉડતા વિમાનથી નીચે પટકાયા હતા. જેમાં બંને અફઘાન વ્યક્તિ વલી સાલેકના ઘરની છત પર પડ્યા હતા. અને ત્યાં પડવાથી બંનેના મોત થયા હતા, તેમની છત પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. એક રાષ્ટ્રીય ન્યુઝ ચેનલે વલી સાલેક સાથે વાત કરી, જેમણે બંને યુવકોનું આકાશમાંથી પડવાનું દ્રશ્ય વર્ણવ્યું. વલીએ કહ્યું, ‘સોમવાર 16 ઓગસ્ટના રોજ બપોરે, હું મારા પરિવાર સાથે ઘરે આરામ કરી રહ્યો હતો.
અચાનક છત પર કંઈક પડવાનો ખૂબ જ જોરદાર અવાજ આવ્યો, એવું લાગ્યું કે જાણે ટાયર ફાટી ગયું હોય. અમે ટેરેસ પર ગયા અને જોયું કે બે લોકો મૃત હાલતમાં પડેલા છે. તેમના પેટ અને માથા બંને ફાટી ગયા હતા. બંને યુવાનોની આવી હાલત જોઈ મારી પત્ની અને પુત્રી બેહોશ થઈ ગયા. વલીના જણાવ્યા અનુસાર, ‘પડોશીઓએ કહ્યું કે તે બંને ઉડતા વિમાનમાંથી નીચે પડ્યા.’ અમે બંને યુવકોના મૃતદેહોને નજીકની મસ્જિદમાં લઈ ગયા. તેમાંથી એકના ખિસ્સામાં તેનું જન્મ પ્રમાણપત્ર હતું જેમાં શફીઉલ્લાહ હોતકનું નામ નોંધાયેલું હતું. શફીઉલ્લા વ્યવસાયે ડોક્ટર હતા, મૃત્યુ પામેલા બીજા યુવકનું નામ ફિદા મોહમ્મદ છે. બંનેની ઉંમર 30 વર્ષથી ઓછી છે.
દેશ પર તાલિબાનના નિયંત્રણ વિશે વાત કરતા વલી સાલેકે કહ્યું કે, રાજધાની કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં લોકોમાં ગભરાટ છે. જો મને તક મળે તો હું પણ અફઘાનિસ્તાન છોડીને બીજા કોઈ દેશમાં જવા માંગુ છું. 47 વર્ષીય વલી કાબુલમાં સિક્યુરિટી ગાર્ડ છે અને તેનું ઘર રાજધાની એરપોર્ટથી ચાર કિલોમીટર દૂર છે.