AHMADABAD : ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ ( PETROL) 8381.96 કરોડ અને ડીઝલ (DIESEL) પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી મોંઘવારીમાં જનતાની મુશ્કેલી વધારી છે. સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર આપી છેતરપિંડી કરી હોવાનો ગંભીર આક્ષેપ કોગ્રેસ ( CONGRESS) દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ તથા સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે એમ કહેતા હતા કે, 100 દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટું જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 100 થી 420 ટકાનો વધારો થઈ ગયો છે.
ભાજપ સરકારના મળતિયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં 44વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલ પર બેફામ ટેક્ષ (TEX) થી 6 વર્ષમાં ખજાનાની આશરે 300 ટકા કમાણીમાં વધારો કર્યો છે. સાત વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝમાં વધારો ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ધોરણ ખોરવી નાંખ્યું છે. ત્યારે દેશમાં સતત પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. (LPG) સીલીન્ડરની બેફામ લૂંટ ચલાવી રહી છે. ફેબ્રુઆરી મહીનામાં જ ચાર વખત એલ.પી.જી. સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકતા કીંમત રૂ. 826 થઈ જવા પામી છે. સિલિન્ડરની કિંમતમાં રાહત આપતી સબસીડી બંધ કરી અને અસહ્ય ભાવ વધારાની ઉઘાડી લુટનો ભોગ મધ્યમવર્ગની ગૃહીણીઓ, મહિલાઓ બની રહી છે.