Gujarat

દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, નવા ચહેરાઓને તક અપાશે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સાંજથી ભાજપના (BJP) કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. જેમાં ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે ગુજરાત ભાજપના ઉમેદગવારોની મહત્વની ચર્ચા શરૂ થવા પામી છે. આજે રાત્રે કે પછી આવતીકાલે સવારે ભાજપની પહેલી યાદી જાહેર થઈ જાય તેવી સંભાવના છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નવી દિલ્હી પહોંચ્યા છે. આજે સાંજે ભૂપેન્દ્ર પટેલ તથા સી આર પાટીલ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. તે પછી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા , કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ , ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠન મહામંત્રી બી એલ સંતોષ તથા પાર્ટીના સીનીયર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કેટલાય સીનિયર નેતાઓની ટિકીટ કપાય તેવી સંભાવના છે. જેના પગલે ટિકીટ કપાય તે પહેલા જ ભાજપના આ સીનિયર નેતાઓ પોતાની જાતે જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી રહ્યા છે.

Most Popular

To Top