National

કોંગ્રેસ-ભાજપના નેતાઓની જાતિને લઈ વિવાદ: PM મોદીના OBC હોવા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પટના: (Patna) JDUના નેતા અને MLC નીરજ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં PM મોદી (PM Modi) પર તેમની જાતિને લઈને પ્રહારો કર્યા હતા. નીરજ કુમારે આરોપ લગાવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી તેમની જાતિ છુપાવવા માંગે છે તેથી તેઓ જાતિ ગણતરી કરાવવા માંગતા નથી. પીએમ નરેન્દ્ર મોદીને વોટના (Vote) વેપારી ગણાવતા નીરજ કુમારે કહ્યું હતું કે તેમની મોઢ ઘાંચી જાતિ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ જાતિ છે તેમ છતાં તેમણે તેનો સમાવેશ OBCમાં કર્યો છે. નીરજ કુમારે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી ઉચ્ચ જાતિમાંથી આવે છે તેથી જાતિ ગણતરીનો વિરોધ કરે છે.

જેડીયુના હુમલા બાદ ભાજપે વળતો પ્રહાર શરૂ કર્યો હતો પરંતુ નીતિશ કુમારની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ નિશાના પર આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બિહારમાં લોકસભા ચૂંટણી દરમિયાન જાતિ આધારિત ચર્ચાને કેન્દ્રમાં લાવવા માટે JDU અને કોંગ્રેસે રણનીતિ બનાવી છે. નીરજ કુમારનું નિવેદન આ શ્રેણીનો એક ભાગ છે. OBC મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ જાતિની વસ્તી ગણતરીની માંગને સતત પુનરાવર્તિત કરી રહ્યા છે.

ભાજપનો સવાલ, રાહુલ ગાંધી કઈ જાતિના છે?
2022માં પણ જેડી(યુ)એ પીએમ નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ જેડી(યુ) પ્રમુખ લલન સિંહે દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી ડુપ્લિકેટ ઓબીસી છે. તેમના નિવેદનને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ સમર્થન આપ્યું હતું. ત્યારે પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. હવે JDU MLC નીરજ કુમારે નરેન્દ્ર મોદીની જાતિ વિશે જાતિ ગણતરી સાથે જોડીને પૂછ્યું છે. પહેલા ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ JDUને રાહુલ ગાંધીની જાતિ પૂછવાનો પડકાર ફેંક્યો. આ પછી કેન્દ્રીય મંત્રી ગિરિરાજે મોરચો સંભાળ્યો. તેમણે કહ્યું કે નીતીશ કુમારની કોઈ રાજકીય વિશ્વસનીયતા બાકી નથી. નરેન્દ્ર મોદી ગરીબોના મસીહા છે. પીએમ મોદીએ વીજળી, પાણી અને શૌચાલય આપ્યા. તેઓ કોરોનાના સમયગાળા દરમિયાન અત્યાર સુધી અનાજ આપી રહ્યા છે. તેમને નીતિશ કુમારના પ્રમાણપત્રની જરૂર નથી. ગિરિરાજ સિંહે JDUને રાહુલ ગાંધીની જાતિનું નામ આપવાનો પણ પડકાર ફેંક્યો હતો. કેન્દ્રીય મંત્રીએ પૂછ્યું કે રાહુલ ગાંધી બ્રાહ્મણ છે કે પારસી તે સ્પષ્ટ થવું જોઈએ. JDU રાહુલ ગાંધીને પૂછે કે તેઓ મુસ્લિમ છે કે ખ્રિસ્તી.

Most Popular

To Top