Entertainment

કપિલ શર્મા શોમાં હવે થશે કોમેડીનો ડબલ ડોઝ: બિગ બોસનો આ ખેલાડી લેશે ધમાકેદાર એન્ટ્રી

નવી દિલ્હી: હાલમાં જ બિગ બોસ 16નું (Big Boss-16) રિઝલ્ટ (Result) આવ્યું છે. એમસી સ્ટેન બિગ બોસ-16 નો વિનર બન્યો છે. દર સિઝનમાં ઘરમાં રહેતા ખેલાડી આ શોથી પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરતા હોય છે. તેમજ ધણાં એવા ખેેલાડીઓ છે જેને આ નામના દ્વારા કામ પણ મળ્યું હોય. હાલ બિગ બોસ સિઝન-16ની વાત કરીએ તો બિગ બોસના ઘરમાં પોતાની ઓળખાણ ઉભી કરનાર અબ્દુએ પોતાની ફેન ફોલોઈંગ (Fan folling) વઘારી દીધી છે. આ ઉપરાંત પોતાના ફેન્સના દિલમાં પોતાનું આગવું સ્થાન પણ બનાવી લીધું છે. શોની શરૂઆતથી જ તેઓ લોકોના ચહેતાઓમાના એક હતા.

હાલમાં જ અબ્દુને મીડિયાએ સ્પોટ કર્યો હતો. જેમાં તેની સાથે વાત કરવામાં આવી હતી. પૈપરાજીએ કહ્યું કે બિગ બોસ એમસી સ્ટેન જીતી ગયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અબ્દુએ કહ્યું કે હા હું તેના માટે ખૂબ ખુ છું. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શિવ ઠાકરે માટે કંઈક જણાવો. આ અંગે તેણે જવાબ આપતા કહ્યું હતું કે શિવ ઠાકરે દિલના ખૂબ જ સારા વ્યકિત છે. આ પછી અબ્દુએ જણાવ્યું કે તે કપિલ શર્મા શોમાં જવાનો છે. આ અંગે પૈપરાજીએ કહ્યું કે ખૂબ ચાલાક, જેના પ્રતિ ઉત્તરમાં અબ્દુએ પોતાનો ડાયલોગ માર્યો હતો તેણે કહ્યું કે યુ આર વેરી ચાલાક બ્રો.

જણાવી દઈએ કે અબ્દુની સલમાન સાથે સારી બોન્ડિંગ છે. આ ઉપરાંત ધ કપિલ શર્મા શોના પ્રોડયુસર પણ સલમાન ખાન જ છે. અબ્દુની કપિલ શર્મા શોમાં એન્ટ્રી થવા અંગેની જાણ થતા જ ફેન્સની ખૂશીનો પાર નથી રહ્યો. હવે જોવું રહ્યું કે આ શોમાં કોમેડીનો ડબલ ડોઝ લોકને કેટલો હસાવશે. અબ્દુએ હાલમાં જ તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ વીડિયોમાં તે સલમાન ખાન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. બંને સલમાન ખાનના ગીત ‘ઓ-ઓ જાને જાના’ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top