National

નોઈડામાં મોટો કાંડ!, બે સગીરોએ શિક્ષકને ગોળી મારી

નવી દિલ્હી: નોઇડામાં (Noida) આજે બુધવારે એક ચકચારી ભરી ઘટના બની હતી. આજે વસંત પંચમીના (Vasant Panchami) દિવસે કે જ્યારે વિદ્યાનું પુજન કરવામાં આવે છે ત્યારે વિદ્યાના રૂપ એવા શિક્ષક (Teacher) સાથે દુ:ખદ ઘટના બની છે. અહીં આજે સવારે 17 વર્ષીય બે સગીરોએ પોતાના જ શિક્ષકને ગોળી (Bullet) મારી દીધી હતી. ઘટના લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીને અડીને આવેલા નોઈડા શહેરમાં બુધવારે સવારે બે સગીર છોકરાઓએ અંગત વિવાદને લઈને 26 વર્ષીય સ્કૂલ ટીચરને ગોળી મારી દીધી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ સાકીપુર ગામમાં સ્કૂલથી લગભગ 100 મીટર દૂર બની હતી.

શિક્ષક અને છોકરાઓ રસ્તા પર વાત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ શિક્ષકને કાનની પટ્ટી ઉપર ગોળી વાગી હતી. ત્યાર બાદ તેઓને તાત્કાલિક આનન-ફાનન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ રીતે સગીર છોકરાઓએ ઘટનાને અંજામ આપ્યો
સૂરજપુર વિસ્તારની ચાંદ વલી મસ્જિદ ગલીમાં રહેતો રકીબ હુસૈન આજે સુશીલ મોડર્ન સ્કૂલમાં ભણાવવા જતો હતો. ત્યારે લગભગ 17 વર્ષના બે છોકરાઓ આવ્યા અને તેમની સાથે વાત કરવા લાગ્યા હતા. વાતચીત દરમિયાન રકીબ હુસૈન બંને છોકરાઓ સાથે કોઈ મુદ્દે બોલાચાલી કરવા લાગ્યા હતા. દલીલબાજી દરમિયાન છોકરાઓએ ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને જાહેરમાં શિક્ષકના માથામાં ગોળી મારીને ભાગી ગયા હતા.

ગોળી કાનમાં વાગી
દરમિયાન એક ગોળી શિક્ષકના જમણા કાનના નીચેના ભાગમાં વાગી હતી. ઘટના બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ રકીબ હુસૈનની હાલત સામાન્ય હોવાનું કહેવાય છે. તેમજ તેઓ હાલ ખતરાની બહાર છે.

વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત
પોલીસે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના અગાઉના વિવાદ સહિતના તમામ પાસાઓથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને હુમલામાં સામેલ બે છોકરાઓની શોધ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી.

Most Popular

To Top