Dakshin Gujarat

ભૂજથી સ્લીપર બસમાં આવી રહેલી કામરેજની મહિલાનું પર્સ ઉંચકાઈ ગયું, પર્સમાં હતી આ વસ્તુ

કામરેજ: (Kamrej) કામરેજની મહિલાને સ્લીપર કોચમાં સુવાનું ભારે પડી ગયું હતું. કામરેજની મહિલા ભૂજથી (Bhuj) સ્લીપર કોચ લકઝરી બસમાં (Luxury Bus) બેસી, રાત્રે સુઈ ગઈ અને ચોર ત્રણ મોબાઈલ (Mobile), રોકડા રૂપિયા તેમજ બે તોલાની ચેઈનનુ પર્સ બસમાંથી ચોરીને જતો રહ્યો હતો. ચાલકની પુછપરછ કરતા જાંબલા વડોદરા પાસે હોટલ પર બસ ઉભી રાખી જયાં મુસાફરો ચા નાસ્તો કરવા માટે ઉતર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

  • કામરેજની મહિલાનો કિંમતી સામાન ભરેલો પર્સ લક્ઝરી બસમાં ચોરી થયો
  • મહિલા ભૂજથી સ્લીપર કોચ લકઝરી બસમાં બેસી કામરેજ આવી રહી હતી
  • તે બસમાં રાત્રે સુઈ ગઈ અને ચોર ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા તેમજ બે તોલાની ચેઈનનુ પર્સ બસમાંથી ચોરીને જતો રહ્યો હતો

કામરેજ ચાર રસ્તા પાસે દાદા ભગવાન કોમ્પલેક્ષમાં ફલેટ નંબર એ 701 માં દિક્ષીતા રમેશભાઈ બુટાણી (ઉ.વ.28) રહે છે. બે દિવસ અગાઉ સાંજના 4.00 કલાકે ભૂજ ખાતેથી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર જીજે 02 ઝેડઝેડ 8181 માં તેઓ ભૂજથી કામરેજ આવવા નિકળ્યા હતા. સામાનમાં તેમની સાથે પર્સમાં આઈ ફોન 11 પ્રો મેકસ, વન પ્લસ 6 ટી સહિત ત્રણ મોબાઈલ ફોન કિંમત હતા. જેની કિંમત 15000 રૂપિયા છે. ઉપરાંત બે તોલાની સોનાની ચેઈન જેની કિંમત 50,000 રૂપિયા છે તેમજ રોકડા 1000 રૂપિયા અને જરૂરી ડોકયુમેન્ટ લઈને બસમાં બેસ્યા હતાં.

દિક્ષીતા પર્સ તેમજ બીજો સામાન બસમાં સ્લીપર કોચમાં રાખી રાત્રિના સુઈ ગયા હતા. મોડી રાત્રિના આશરે 3.00 કલાકે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા પાસે ઉંધમાંથી જાગીને પગ પાસે રાખેલુ પર્સ લેવા જતાં પર્સ ન મળતા બસના ચાલક તેમજ કલીનરને જાણ કરી હતી. તેમણે બસ થોભાવીને બસમાં ચેક કરતા કોઈ જગ્યાએ પર્સ મળ્યુ ન હતુ. ચાલકની પુછપરછ કરતા જાંબલા વડોદરા પાસે હોટલ પર બસ ઉભી રાખી જયાં મુસાફરો ચા નાસ્તો કરવા માટે ઉતર્યા હતા તેવું જણાવ્યું હતું.

લકઝરી બસને ફરી હોટલ પર લઈને સીસીટીવી ફુટેજ ચેક કરતા પર્સ બાબતે કઈ જ જાણકારી ન મળતા આખરે કામરેજ ખાતે બસમાંથી ઉતરી કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે 66000ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જો કે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદનો બનાવ હોવાથી વધુ તપાસ કરજણ પોલીસને સોંપવામાં આવી છે.

Most Popular

To Top