Dakshin Gujarat

ભરૂચના ચાવજ ગામે બંગલામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.4.98 લાખની ચોરી

ભરૂચ: ભરૂચના ચાવજ ગામ પાસે આવેલા રચના બંગ્લોઝમાં તસ્કરોએ રેલવે (Realway) સિનિયર સેક્શન એન્જિનિયરના (Engineer) મકાનને નિશાન બનાવી સોનાનાં ઘરેણાં મળી કુલ ૪.૯૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.મૂળ બિહાર (Bihar) અને હાલ ભરૂચના (Bharuch) ચાવજ ગામ (Chavag Village) પાસે આવેલ રચના બંગ્લોઝમાં ભાડેના મકાનમાં રહેતા જોનીકુમાર શ્યામાનંદન હિંદુ ભરૂચ રેલવે સ્ટેશન સિગ્નલ વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા.૨૬ ઓક્ટોબરે છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે વતન બિહાર ખાતે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલાં સોનાનાં ઘરેણાં મળી કુલ ૪.૯૮ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે જોનીકુમાર શ્યામાનંદન હિંદુએ ભરૂચ સી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે વતન બિહાર ખાતે ગયા હતા
ભરૂચ રેલ્વે સ્ટેશન સિગ્નલ વિભાગમાં સીનીયન સેક્શન એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તારીખ-26મી ઓક્ટોબરના રોજ છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે વતન બિહાર ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ 4.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જોનીકુમાર શ્યામાનંદન હિંદુએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચોરીથી રહીશોમાં ભય

અંકલેશ્વરમાં શુકલતીર્થની જાત્રામાં પરિવાર ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર રામકુંડ રોડ પર આવેલ ડબી ફળીયા ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો સોના-ચાંદી ના દાગીના અને 17 હજાર ઉપરાંતની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.મકાન માલિક ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ કરી છે.ભરૂચના શુકલતીર્થ ખાતે મેળો ચાલી રહ્યો છે.જેને મહાલવા દૂર-દૂરથી લોકો આવીને રાત્રી રોકાણ પણ કરતા હોય છે.ત્યારે અંકલેશ્વર રામકુંડ વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર પણ શુકલતીર્થ નો મેળો મહાલવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતા.

Most Popular

To Top