Dakshin Gujarat

બારડોલીના ઉમેદવારની તપાસમાં આમ આદમી પાર્ટીનું 20 કરોડનું હવાલા કૌભાંડ ખુલ્યું

સુરત: બારડોલીમાં (Bardoli) આપના કાર્યકર (AAP Workar) પાસેથી મળી આવેલા રૂપિયા 20 લાખના કેસની તપાસ કરી રહેલી આવકવેરા વિભાગની (Income Tax Department) તપાસમાં રાજકીય પક્ષે આંગડીયાઓ મારફત ટુકડે ટુકડે મંગાવેલા 20 કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડ્યું છે. આ મામલામાં સુરત, અમદાવાદ, પંજાબ અને દિલ્હીની 4 જેટલી આંગડિયા પેઢીને પણ વરુણીમાં લીધી હતી. દસ્તાવેજની તપાસ કરવામાં આવતા બીજી 3 આંગડિયા પેઢીઓ સાણસામાં આવી શકે છે. આ ત્રણ આંગડિયા પેઢીના હિસાબો ચેક કરવા માટે આઇટી ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા હવાલા મારફત સુરત સહિત ગુજરાતનાં મહત્વના શહેરોમાં આવેલી રકમનો આંકડો વધી શકે છે.

ઉદ્યોગકાર પાસેથી રૂપિયા 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા
આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આપ સાથે સંકળાયેલા દિલ્હીના પંટર અશોક ગર્ગે આઠ કરોડ આંગડિયા મારફત મોકલ્યા હતાં. આ રકમ 50-50 લાખના ટુકડે ટુકડે આવી હતી. રોજ આટલી રકમ જુદી જુદી પેઢીઓમાં મંગાવી કમિશન ચૂકવી મેળવી લેવામાં આવતી હતી. ચોપડે ન દર્શાવેલી આ રકમ ગુજરાતના નાના શેરો હિમ્મતનગર, ગાંધીધામ, દાહોદ, વડોદરા, વલસાડમાં મોકલવામાં આવી હતી. જેશી શક નહીં જાય. કેટલીક રકમ ગાંધીનગર અને અમદાવાદ મોકલવામાં આવી હતી. આ તપાસમાં અગાઉ અમદાવાદમાં મૂકેશ તિવારી નામના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા. હવાલાના આ ટ્રાન્જેકશનની જોડતી કડી પણ દિલ્હીના અશોક ગર્ગ સાથે સંકળાયેલી હતી.

અમદાવાદના ફાઈનાન્સરોની પણ તપાસ થશે
આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હવાલા કૌભાંડમાં અમદાવાદના જૈન અને ઠાકુર નામના ફાયનાન્સરોની ભૂમિકા પણ બહાર આવી છે. એમની પણ આ મામલામાં પૂછપરછ થશે. આઇટીના તપાસનીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કે પંજાબ અને દિલ્હીથી રૂપિયા આંગડિયા પેઢી થકી સુરત, અમદાવાદ મોકલવામાં આવતા હતા અને અહીં આપ પાર્ટીના આદિત્ય જૈન અને સુધીર ઠાકુર આ નાણાં સરક્યુલેટ કરતાં હતાં.

આંગડિયા પાસે અગાઉ પણ 20 લાખની રકમ લીધી હતીઃ આઇટી
સૌરવ પરાશર અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને પ્રશાંત કિશોરની કંપની આઈપેક માટે પણ કામ કરી ચુક્યો છે. સુરત આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે, બારડોલી આપના રાજેન્દ્ર સોલંકીના ડ્રાયવર તરીકેની ઓળખ આપનાર સૌરવ પરાશરે કેટલીક માહિતી છુપાવી હતી. પૂછપરછ દરમિયાન એણે સ્વીકાર્યું હતું કે એ ‘આપ’ પાર્ટીની ટેકનિકલ ટીમનો હેડ છે. અને ઇકોનોમિકસમાં ગ્રુજ્યુએટ થયો છે. આઇટીના સૂત્રોએ કહ્યું હતું કે, તપાસમાં એ હકીકત પણ બહાર આવી છે કે પટેલ સોમા આંગડિયાને ત્યાંથી અગાઉ પણ પરાશરે રૂપિયા 20 લાખની રકમ મેળવી હતી.

Most Popular

To Top