નવસારી (Navsari) : નવસારીના આશાપુરી મંદિર (Aashapuri Temple) પરિસરમાંથી બી.એ.પી.એસ. (BAPS) સ્વામી મહારાજની મૂર્તિ સ્વેચ્છાએ હટાવી લેવા માંગ કરી રોહિત ગાંધીએ માં આશાપુરી મંદિર ટ્રસ્ટને લેખિતમાં રજૂઆત કરી છે.
ઇટાળવાના રોહિતભાઈ ગાંધીએ માં આશાપુરી મંદિર ટ્રસ્ટને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનારા અને સનાતન ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ આપી સનાતન ધર્મનું અપમાન કર્યું છે.
જે સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલવાસી અને બી.એ.પી.એસ. સંપ્રદાય જેવા બે ભાગમાં વહેચાઇ ગયેલા હોય એવા સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મમાં માનનારાની આસ્થા અને લાગણી દુભાય એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં હનુમાનજીના મસ્તક પર જે તિલક તેમના સંપ્રદાયને માનનારા લોકોની ઓળખ હોઈ શકે છે. હનુમાનજી માટે નહીં. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને પોતાના સંતોના સેવક તરીકે દર્શાવી સનાતનીઓનું અપમાન કર્યું છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુની દ્વારા સીતા માતા તેમજ લક્ષ્મણજી પ્રત્યે અભદ્ર ટીપ્પણી કરતા આવા અભદ્ર પ્રવચનો સનાતનીઓ ક્યારેય સાંખી લેશે નહી. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હંમેશા હિંદુ દેવી-દેવતાઓને નીચા ચિતરવામાં આવે છે અને એમના સંતોને જ ભગવાનનું સ્વરૂપ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આચાર્ય દિનેશ પ્રસાદ જે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત છે એમના દ્વારા કહેવામાં આવે છે કે, ભગવાન સ્વામીનારાયણ હવે હિંદુ સમાજથી કુરાજી થઈ ગયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ ધ્યાનમાં રાખે કે ભવિષ્યમાં તમારો સંપ્રદાય બંધ થઈ જશે.
સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે, મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે જેવા પ્રવચનો આપી સનાતનીઓને હિંદુ ધર્મના માણતા દેવી-દેવતાઓ વિશેના ઉચ્ચારણો કરી ધાર્મિક આસ્થા અને લાગણીઓને ઠેસ પહોચાડવામાં આવી છે. જેથી સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરતા આવા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી મહારાજની મૂર્તિ હિંદુ દેવી-દેવતાઓના મંદિરમાંથી હટાવી લેવામાં આવે તેવી માંગ કરી છે.