Vadodara

માસ્ટર માઇન્ડ સંજયને મદદગારી કરનાર પાલિકાના ત્રણ કર્મીની જામીન નામંજૂર

વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલી 100 કરોડની સરકારી જમીન હડફ કરી ગેરકાયદે બાંધકામ કરનાર સંજય પરમારને મદદ કરનાર કોર્પોરેશનના ડે.ટીડીઓ. જુનિયર ક્લાર્ક અને ડ્રાફ્ટ મેનની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેમાંથી ડે.ટીડીઓ અને જુનિયર ક્લાર્કે કરેલી જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે. વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે દસ્તાવેજો અને બોગસ રજા ચિઠ્ઠીઓ બનાવીને સંજયસિંહ બચુસિંહ પરમારે ફાઇનલ પ્લોટ નંબર 873 પર પર બાંધકામ કરીને વ્હાઇટ હાઉસ નામનો બંગલો બાંધી દીધો હતો.

પરંતુ કહેવાય છે પાપનો ઘઢો ક્યારેય ક્યારે તો ફૂટી જાય છે તેવું થયું સંજય પરમાર સાથે વ્હાઇટ હાઉસ બનાવવાની શરૂઆત ઇટ મુકવાથી લઇને આખે બંગલો બાંધવા સુધીમાં ઘણા કોર્પોરેશન,સિટી સર્વે અને કલેક્ટર કેચરીના ઘણા અધિકારીઓ બાંધકામ ગેરકાયદે કરાઇ રહ્યું છે તેવી ખબર હોવા છતાં કોઇ પગલા ભર્યા નહીં. અંતે કલેક્ટર દ્વારા સુઓમોટ કરી અને ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરાયો હતો.જેમાં તપાસ શરૂ કરતા બીજા દિવસે સંજય પરમારની ધરપકડ કરી હતી.

ત્યારબાદ તેને સમગ્ર જમીન કૌભાંડમાં મદદ કરનાર કોર્પોરેશનના ડે.ટીડીઓ સોહન નટુભાઇ પટેલ (ઉં.વ. 42 ડી.100 ભાવનાપાર્ક સોસાયટી વીઆઇપી રોડ કારેલીબાગ વડોદરા. જુનિયર ક્લાર્ક નિર્મલકુમાર નટવરલાલ કંથારિયા (ઉં.વ.30 રહે ઈ-404 વૃદાંવન ફ્લેટ સોહન બંગલાની સામે વાસણા રોડ વડોદરા મૂળ રહે,હરીદ્વાર સોસાયટી સેન્ટ માર્ક સ્કૂલ અડાજન સુરત) તથા ડ્રાફ્ટ મેન શના તડવી (ઉં.વ.57 વ્રજભૂમિ સોસાયટી રામેશ્વર સ્કૂલ પાસે ગોત્રીનું ધરપકડ કરી જેલના હવાલે કરાયા હતા. હાલમાં ત્રણે જેલામાં છે પરંતુ સોહમ પટેલ અને નિર્મલ કંથારિયા બંનેએ ભેગી જામીન અરજી મૂકી હતી અને શના તડવી દ્વારા અલગથી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી પરંતુ એડીશનલ સેશન્સ જજ બી જી દવે દ્વારા લેન્ડ ગ્રેબિંના ગુનાની ગંભીરતાના ધ્યાનમાં રાખી અને તપાસ અિધકારીએ સોગંદનામુ કર્યાના કારણે જામીન અરજી નામંજૂર કરી છે.

Most Popular

To Top