નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup) માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (Australian Cricket Board) દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ પેટ કમિન્સ (Pat Cummins) કરશે. માર્નસ લાબુશેનને (Marnus Labuschen) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બોર્ડના આ નિર્ણયે ચાહકોનો ચોંકાવી દીધા છે.
આગામી તા. 5 ઓક્ટોબરથી ભારતમાં (India) આઈસીસી વન ડે વર્લ્ડ કપ રમાવાનો છે. તા. 19 નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની (Australia Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત પેટ કમિન્સ વન ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળશે. ઓલરાઉન્ડર એરોન હાર્ડી (Aaron Hardy) અને સ્પીનર તનવીર સંઘાને (Spinner Tanveer Sangha) 18 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે માર્નસ લાબુશેનની પસંદગી કરાઈ નથી.
ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બેટ્સમેન માર્નસ લાબુશેનની વન ડે વર્લ્ડકપ માટે પસંદગી નહીં કરાતા ચાહકો ચોંકી ગયા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ 18 ખેલાડીઓની પસંદગી કરી છે પરંતુ અંતિમ ટીમનો ભાગ માત્ર 15 ખેલાડીઓ રહેશે.
મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ (George Bailey) કહ્યું કર્યું કે કમિન્સને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું છે. તબીબોના અભિપ્રાય મુજબ વન ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પૂરોત આરામ મળી રહેશે તો કમિન્સની ઈજા સારી થઈ જશે. ઓસ્ટ્રેલિયા આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની વનડે શ્રેણી સાથે વર્લ્ડ કપની તૈયારી કરશે અને તે મેચો દરમિયાન તનવીર અને હાર્ડી જેવા ખેલાડીઓને તક મળી શકે છે.
આઈસીસીના નિયમ મુજબ તમામ 10 ટીમોએ 28 સપ્ટેમ્બર પહેલાં પોતાના 15 ખેલાડીના નામ ફાઈનલ કરવાના છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના સ્ટેડિયમમાં યજમાન ભારત સામે રમશે.
આ 18 ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરાયો
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.