વડોદરા: ગતરાત્રી કોંગ્રેસ વિરૂધ્ધ લખાણવાળા હોર્ડીંગ્ઝ એલએન્ડટી સર્કલ ખાતે લગાવતી વેળા આ અંગેની જાણ કોંગ્રેસ આગેવાનોને થતાં તેઓ ઘટના સ્થળે તુરંત દોડી આવ્યા હતા. અને બે બાળ મજુરો અને બે વ્યક્તીઓને ઝડપી પોલીસને બોલાવી હતી. પોલીસે હોર્ડીંગ્ઝ જપ્ત કરી લીધા હતા.
મહાનગર સેવાસદનનો પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે. કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. ચુટણી પ્રચાર દરમિયાન એલએન્ડી સર્કલ પાસે એક ટેમ્પોમાં બે ત્રણ હોર્ડીંગ્શ ભરી બે બાળ મજુરો અને બે માણસોરાત્રી બજારની દિવાલો ઉપર લગાવી રહયા હ તા. જેમાં કોંગ્રેસના આગેવાનો વિરૂધ્ધનું લખાણ હતું.
આની જાણ કોંગ્રેસના આગેવાનોને થતાં કાર્યકરો હોદેદારો અગ્રણીઓ સાથે સ્થળ પર મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને તાબ ડતોબ પોલીસને આ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર આવી ટેમ્પો માલીકને બોલાવ્યો હતો ટેમ્પો માલીકે કાર્યકરો સાથે ઉગ્ર જીભાજોડી કરી હતી. પોલીસે ટેમ્પો માલીકની ધરપકડ કરી હતી અને હોર્ડીંગ્સો જપ્ત કરી લીધા હતા.