National

બારામુલ્લામાં સેનાએ બે આતંકવાદીમાંથી એકને ઠાર કર્યો, સામ-સામે ફારયરિંગ ચાલુ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. જ્યારે બાકીના આતંકીઓ હજુ પણ ઘેરાયેલા છે.જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) બારામુલા (Baramulla) જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં સુરક્ષાદળો (Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી બે આતંકીઓને ઘેરી લીધા છે. પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે ઓપરેશનમાં હાથ ધર્યું છે .  સેના અને આંતકવાદી વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. 

આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આ દરમિયાન આતંકીઓ ભાગી ગયા હતા. માહિતી અનુસાર, સુરક્ષા દળોને બુધવારે વહેલી સવારે જિલ્લાના બરૈહાર્ડ કાઠપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF સાથે મળીને વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ એડવાન્સ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. થોડા સમય સુધી ચાલેલા ક્રોસ ફાયરિંગ બાદ વિસ્તારમાં શાંતિ ફેલાઈ ગઈ હતી.

સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. પ્રારંભિક ફાયરિંગમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાથે જ આતંકીઓ પણ ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ લાંબા સમય સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ આતંકીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેના પર કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી.

આતંકવાદીઓને જલદી ઠાર કરવામાં આવશે
જો કે, એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોને સતર્ક રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે.

Most Popular

To Top