AHEMDABAD : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા તેમના કર્મચારીઓને (STAFF) ને ચૂંટણીની કામગીરીમાંથી દૂર રાખવાની માગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ ( GUJRAT HIGHCOURT) માં કરી છે. હાઈકોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી, આગામી ૧૮મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી રાખી છે.
એલઆઈસી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે, કે એલ.આઇ.સીના કર્મચારીઓને ચૂંટણીની કામગીરીમાં જોડવાની સત્તા રાજ્ય ચૂંટણીપંચ પાસે નથી. કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની સત્તાઓ જુદી જુદી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય ચૂંટણીપંચને નોટિસ આપી વધુ સુનાવણી ૧૮મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી રાખી છે
બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોના ફોર્મ રદ થવાના મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી પંચ ઉપર ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે.
ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા જે રીતે કામગીરી અને કોંગ્રેસના ઉમેદવારો પ્રત્યેનો વ્યવહાર રાખવામાં આવે છે, તે જોતા ચૂંટણીપંચ ઉપર સરકારનો દબાવો હોવાનું જણાઈ આવે છે. ફોર્મ ભરતી વખતે ક્યાંક કોઈક નાની-મોટી ક્ષતિ રહી ગઈ હશે, પરંતુ તેને સુધારવાની તક મળવી જોઈએ, પરંતુ ચૂંટણીપંચ દ્વારા આવી કોઈપણ જાતની તક આપ્યા વગર ફોર્મ રદ કરી દેવામાં આવે છે. ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ભાજપના અત્યાચાર અને અનુશાસનથી પ્રજા કંટાળી ગઈ છે, પરિણામે આ વખતે લોકો હવે પરિવર્તન માટે મતદાન કરશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા, ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ છે. અને હવે મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 26 ઉમેદવારોએ ફોર્મ ખેંચતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જંગમાં કુલ 440 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વીજળીના 440 વોલ્ટનો ઝટકાને ખતરનાક ગણવામાં આવે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 440 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આથી આ આંકડો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખતરનાક પુરવાર થઇ શકે તેવી શક્યતા રહેલી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે સોમવારે વધુ 11 ફોર્મ પરત ખેંચતા હવે 69 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં કલોલની 26 સીટો માટે 1 ફોર્મ ખેંચતા કુલ 57 ઉમેદવારો, માણસાની 26 સીટો માટે 7 ફોર્મ પરત ખેંચતા 63 ઉમેદવારો અને દહેગામની 28 સીટો માટે એકપણ ફોર્મ પરત નહી ખેંચાતા કુલ 61 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.