ગોવા: 2022 વિધાનસભાની ચૂંટણી (Assembly elections) નજીકમાં છે જેને લઇને તમામ પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ વિવિધ રાજ્યોમાં ચૂંટણીને લઇને તૈયારી કરી રહ્યું છે. દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબમાં (Punjab) મુખ્યમંત્રી પદની જાહેરાત કરી હતી. ત્યારે આજે ગોવાના (Goa) મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાક કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અમિત પાલેકરના (Amit palekar) નામની જાહેરાત કરી છે. પંજાબમાં ભગવંત માન (Bhagwant maan) મુખ્યમંત્રીના પદ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગોવાના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે અમિત પાલેકરના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે જાહેરાત કરતા જણાવ્યુ કે અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે. તેઓ ભંડારી સમુદાયમાંથી આવે છે. તેમણે કોરોના કાળ દરમિયાન દરેક સમુદાયની ઘણી મદદ કરી છે. જ્યારે કોરોનાની બીજી લહેરમાં ગોવામાં ઓક્સિજનની અછત ઉભી થઇ હતી અને લોકોના મોત થઈ રહ્યા હતા તે દરમિયાન અમિત પાલેકરે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કોર્ટને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. કેજરીવાલે એમ પણ જણાવ્યુ કે ગોવામાં ભંડારી સમુદાયના લોકોને પ્રગતિથી વંચિત રાખવામાં આવ્યા છે.
અમિત પાલેકરને ગોવાની જનતા સપોર્ટ કરશે
કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે ગોવાની જનતા હાલની પાર્ટીઓથી ત્રસ્ત થઇ ગઇ છે. ગોવાના લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે. તેમણે એમ કહ્યું કે પ્રજા પાસે કોઈ ઓપ્શન ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે. અને મને પ્રજા પર પુરો વિશ્વાસ છે કે અમિત પાલેકરને ગોવાની જનતા સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે, જેનું પરિણામ 10 માર્ચે આવશે.