World

પર્શિયન ગલ્ફમાં ધડાકા! બસરા નજીક ઓઇલ ટેન્કર પર હુમલો

38 ક્રૂ બચાવાયા , એકનું મોત, તપાસમાં ઈરાનની નૌકા શંકાસ્પદ

પર્શિયન ગલ્ફમાં આવેલ ઈરાકના મહત્વના બંદર બસરા નજીક બે વિદેશી ઓઇલ ટેન્કર પર થયેલા રહસ્યમય હુમલાએ સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતા વધારી દીધી છે. ઈરાકી અધિકારીઓ મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 38 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ઘટના બસરા બંદર નજીક બની હતી, જ્યાં અચાનક બે ટેન્કરોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઈરાકના જનરલ કંપની ફોર પોર્ટ્સના વડાએ જણાવ્યું કે બંને જહાજમાંથી ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે , હાલમાં સર્ચ-એન્ડ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે. શિપ ટ્રેકિંગ વેબસાઇટ્સના ડેટા મુજબ હુમલા બાદ બંને ટેન્કર આસપાસ અનેક રેસ્ક્યૂ બોટ્સ જોવા મળી રહી છે. જોકે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી.

બસરાના એક સુરક્ષા સૂત્રે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક ઈરાની બોટ બંને ટેન્કરો સાથે અથડાઈ હોવાની શક્યતા છે. જોકે અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલુ છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યા નથી. આ ઘટનાના કારણે ઈરાકના કેટલાક ઓઇલ પોર્ટ્સ પર કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. ઈરાકની સ્ટેટ ઓઇલ માર્કેટિંગ ઓર્ગેનાઈઝેશ એ આ ઘટનાને લઈને “ઘેરો દુઃખ” વ્યક્ત કર્યો છે.

આ વચ્ચે, ઓમાનની નૌકાદળે પણ હોર્મુઝ જળસંધિ નજીક હુમલાનો ભોગ બનેલા થાઈલેન્ડના ધ્વજવાળા જહાજમાંથી 20 નાવિકોને બચાવ્યા હોવાની માહિતી આપી છે.ઈરાકના પ્રધાનમંત્રી Mohammed Shia al-Sudani એ ઈરાનના રાષ્ટ્રપતિ Masoud Pezeshkian સાથે વાતચીત કરી અને જણાવ્યું કે ઈરાક પર થતા આવા હુમલા અસ્વીકાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર ઈરાકની જમીનનો ઉપયોગ કોઈ દેશ સામે હુમલા માટે થવા દેશે નહીં.

મધ્ય પૂર્વમાં હાલ વધતા તણાવ વચ્ચે આ ઘટના બની છે. Iran અને United States વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે Iraq ફરી એકવાર પ્રોક્સી સંઘર્ષનું મેદાન બનતો દેખાઈ રહ્યો છે.જો કે છેલ્લા કેટલાક દિવસોમાં Baghdadમાં અમેરિકન રાજદ્વારી મિશન અને Erbil એરપોર્ટ નજીકના અમેરિકન બેઝ પર પણ હુમલાઓ થયા હોવાનું જણાવાયું છે. આ હુમલાઓ પાછળ ઈરાન સમર્થિત મિલિશિયા સંગઠનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિશ્લેષકોનું કહેવું છે કે આ ઘટનાઓ ઈરાકની રાજકીય અને સુરક્ષા સ્થિતિ કેટલી વિખરાયેલી છે તે દર્શાવે છે. લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પ્રોક્સી સંઘર્ષમાં ઈરાક મુખ્ય યુદ્ધભૂમિ બન્યો છે.

Most Popular

To Top