અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે નં.48 (National Highway No.48) પર આવેલી સહયોગ હોટેલના પાર્કિંગમાંથી (Parking) બી ડિવિઝન પોલીસે (Police) રૂપિયા 20.43 લાખથી વધુના વિદેશી દારૂ (Alcohol) સહિતના મુદ્દામાલ સાથે બે બુટેલગરને ઝડપી પડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
- અંકલેશ્વર નજીક સહયોગ હોટેલના પાર્કિંગમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- અંકલેશ્વર પોલીસે 20.43 લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરની ધરપકડ કરી, બે ફરાર
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન ચોક્કસ બાતમીદારથી બાતમી મળી હતી કે, અંકલેશ્વરથી ભરૂચ જતા નેશનલ હાઇવે નં.48 આવેલી સહયોગ હોટેલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલા કન્ટેનર નં.(HR-55-W-1404) ઊભું રાખ્યું છે. પોલીસે બાતમીના આધારે સહયોગ હોટેલના પાર્કિંગમાં કન્ટેનર નં.(HR-55-W-1404)ના ડ્રાઈવર બાબુસિંહ ગુલાબસિંહ રાવત અને ક્લીનર સુવાલાલ છોગાજી ગુરજર (બંને રહે.,રાજસ્થાન)ને પાસે કન્ટેનર ખોલાવી ચેક કરતાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ 14,35,200, મોબાઈલ તથા કન્ટેનર મળી 20,43,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર બાબુસિંહ ગુલાબસિંહ રાવત અને ક્લિનર સુવાલાલ છોગાજી ગુર્જરની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી અને વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
કલસર ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે ઉમરસાડીનો ધ્રુપલ ઝડપાયો
પારડી : પારડી કલસર ચેકપોસ્ટ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન દમણથી દારૂનો જથ્થો ભરી પીકપ ટેમ્પો ઉમરસાડી જતો હોવાની બાતમી મળતા કલસર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. દમણથી પીકપ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતા પાછળના ભાગેથી વિદેશી દારૂ બિયરના બોક્સ નંગ 74માં બાટલી નંગ 1524 જેની કિં.રૂ.2.89 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોની કિં.રૂ. 1.50 લાખ મળી કુલ રૂ 4.44 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ટેમ્પોચાલક ધ્રુપલ પ્રજ્ઞેશ નાયક (રહે ઉમરસાડી માછીવાડ)ની ધરપકડ કરી હતી. દારૂની હેરાફેરીમાં હર્ષ ઉર્ફે હિલ્લુ સુધીર પટેલ (રહે ઉમરસાડી દેસાઇવાડ), વૃતિક શશિકાંત ટંડેલ (રહે ઉમરસાડી પાર્ક્સન કંપનીની સામે), અંકિત રણજીત નાયકા (રહે ઉમરસાડી માછીવાડ), મૌનિક ટંડેલ (રહે ઉમરસાડી માછીવાડ) અને નિમેશ ગુલાલે (રહે સ્વાધ્યાય મંડળ રોડ) સહિત 5 ઈસમની સંડોવણી બહાર આવતા આ તમામને વોન્ટેડ જાહેર કરાયા હતા.