Dakshin Gujarat

‘હું ગુંડો છું, અને આજે પણ ગુંડો જ છું’: અંકલેશ્વર પાલિકાના કારોબારી અધ્યક્ષની કોંગ્રેસ ઉમેદવારને ધમકી

ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ વિધાનસભાની અંક્લેશ્વર બેઠકના ઉમેદવાર વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલને પાલિકાના (Municipality) કારોબારી અધ્યક્ષને કથિતપણે નશો કરેલી હાલતમાં ફોન કરી મારી નગરપાલિકાને બદનામ કેમ કરે છે? કહી અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે. જેમાં તેમણે ઉમેદવારને મારવાની ધમકીઓ પણ આપતા ઓડિયો ક્લીપ (Audio Clip) વાયરલ થઇ ગઈ હતી. મતગણતરીનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અંક્લેશ્વરમાં પરિણામ આવે એ પહેલાં જ રાજકારણ ગરમાતાં ખળભળાટ મચી ગયો છે. અંક્લેશ્વર નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસને ગત રાત્રિના સમયે ફોન કર્યો હતો.

  • ‘હું ગુંડો છું, અને આજે પણ ગુંડો જ છું’: અંકલેશ્વર પાલિકાના કારોબારી અધ્યક્ષની કોંગ્રેસ ઉમેદવારને ધમકી
  • સંદીપ પટેલની વાતચીતનો ઓડિયો વાયરલ
  • તું રેકોર્ડિંગ કરતો હોય તો કરી લે તેમ કહી બેફામ અપશબ્દો ઉચ્ચાર્યા

જેમાં તેમણે ઉમેદવાર વિજયસિંહે તેમના ભાષણમાં અન્ય જિલ્લાઓની તારીફ કેમ કરી? તેમ કહી તું મારી પાલિકાને ખરાબ ચીતરવા માંગે છે તેમ કહી તેની સાથે પહેલાં બોલાચાલી કરી હતી. સમગ્ર મામલો ગરમાતાં તેઓ વચ્ચે વાકયુદ્ધ છેડાતાં સંદીપ ઉર્ફે રોકીએ તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. હું ગુંડો છું, અને આજે પણ ગુંડો જ છું તેમ કહી તેમને ઉપાડી જવાની પણ ધમકીઓ આપી હતી.

ઉપરાંત તું રેકોર્ડિંગ કરતો હોય તો કરી લે તેમ કહી બેફામ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જો કે, વાયરલ થયેલા ઓડિયોમાં સંદીપ ઉર્ફે રોકી નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ઘટનાને લઇને સંદીપ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે તેમના પર પાયાવિહોણા આક્ષેપ કરાયા હોવાની કેફિયત રજૂ કરી હતી. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલ મોડી રાત્રે સંદીપ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ટેકેદારો સાથે પહોંચ્યા હતા. જે બાબતે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે અંકલેશ્વર શહેર પોલીસમાં ફરિયાદ આપતાં અંકલેશ્વર નગરપાલિકાના અધ્યક્ષ સંદીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top