નવસારી: નવસારી (Navsari) વિજલપોરમાં જર્જરિત આંગણવાડીઓની (Anganwadi) છત નીચે ભૂલકાઓ અભ્યાસ (Study) કરતાં હોવાની કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઈ જતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં પણ ગરીબ-મધ્યમ વર્ગના બાળકો (Children) જીવના જોખમે મજબૂરી વંશ અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દેશમાં સર્વશ્રેષ્ઠ સાંસદ (MP) તરીકેની ઓળખ ઉભી કરનાર CR પાટીલના મત વિસ્તારમાં આવી જર્જરિત આગણવાદીઓને લઈ વાલીઓમાં (Parents) પણ રોષ જોવા મળ્યો છે.
વાલીઓએ જણાવ્યું હતું કે અમારા બાળકો વિજલપોર સૂર્યનગરમાં જર્જરિત આંગણવાડી અભ્યાસ કરી રહ્યા છે. સોમવારના રોજ આંગણવાડીની અંદરની દીવાલ પડી ગઈ હતી. જોકે તે સમયે આંગણવાડીમાં કોઈ બાળક ન હોવાથી કોઈ જાનહાની નોંધાય ન હતી. આંગણવાડી જર્જરિત બની હોવાથી આંગણવાડીની બહેનોએ વહીવટી તંત્રને ઘણી વખત ફરિયાદો કરી હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ વહીવટી તંત્ર ગંભીરતાથી લેતું ન હોવાની પણ એક વાસ્તવિકતા છે. સોમવારે દીવાલ પડી ગઈ હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલ્યું નહિં જેથી હવે નવસારી સાંસદ CR પાટીલને રજુઆત કરવા લોકોએ તૈયારી હાયહ ધરી હોવાનું જણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવસારીમાં સરકારી બાબુઓ અને રાજકરણીઓના પાપે બાળકો જીવના જોખમે વિકાસના પાઠ ભણી રહ્યા છે. આંગણવાડીની દીવાલ તૂટી જવાથી હાલતમાં છે. બાળકો નજીકમાં આવેલા હોલમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. આંગણવાડીની દીવાલમાં તિરાડ પડી રહી છે. વહીવટી વિભાગના અધિકારીઓ ધાક-પિછોડો કરી રહ્યા છે. તંત્રના કોઈ અધિકારી સ્થળની મુલાકાત લેવા કે જર્જરિત આંગણવાડીને રીપેર કરાવવાની જહેમત ઉઠાવવા પણ સમંત નથી. હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ પણ નવસારી જિલ્લાને એલર્ટ રહેવા સૂચન કરી રહ્યું છે. પરંતુ સરકારી બાબુઓના વલણને પગલે આંગણવાડીઓની આવી હાલત જોઈ વાલીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિશાલ પાટીલ (સ્થાનિક) એ જણાવ્યું હતું કે આંગણવાડીની દીવાલ સોમવારે જ પડી હતી. જોકે કોઈ બાળકો હતા નહિ તેથી એક મોટી દુર્ઘટના ભગવાને ટાળી દીધી હોય એમ કહી શકાય છે. અધિકારીઓ મુલાકાતે આવે છે ત્યારે પણ જર્જરિત આંગણવાડી નું નિરીક્ષણ કરી જાય છે પણ રીપેર કરાવતા નથી. આજુબાજુની તમામ 90 ટકા આંગણવાડીઓની હાલત પણ આવી છે. જેથી એક મોટી ર્ઘટનાની રાહ જોતી હોય એમ લાગે છે.