Madhya Gujarat

આણંદના યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું

આણંદ : આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રહેતા યુવકે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. આ અંગે વિરોધ કરતાં યુવક ઉશ્કેરાઇ ગયો હતો. આ ઉપરાંત તેને ઘરે બોલાવી પતિ – પત્નીએ ધાક ધમકીઓ આપી હતી. આણંદ શહેરમાં રહેતી યુવતી 2019માં જીતેન્દ્ર સુરેશ ગોહેલ (રહે.લોટીયા ભાગોળ, આણંદ, હાલ ઉમાભવન પાસે, પાર્થવિલા) નામના યુવક સાથે સોશ્યલ મિડિયામાં પરિચયમાં આવી હતી. આ પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો.

જોકે, જીતેન્દ્ર ગોહેલ તે સમયે કુંવારો હતો અને યુવતી સાથે જ લગ્ન કરીશ તેમ જણાવી તેને 7મી જુલાઇ,2019થી 29મી એપ્રિલ,2023 દરમિયાન જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ લઇ તેના પર અવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, જીતેન્દ્રએ યુવતી સાથે દગો કરી કોમલ નામની યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. આથી, યુવતીએ પોતાની સાથે લગ્ન કરવા દબાણ ચાલુ રાખ્યું હતું. જેથી જીતેન્દ્ર ઉશ્કેરાઇ ગયો હતો. આમ છતાં દાળ ન ગળતાં જીતેન્દ્રએ ફરી દાવ અજમાવ્યો હતો અને તેને પત્ની કોમલ ગમતી નથી. તેને છુટાછેડા આપી યુવતી સાથે જ લગ્ન કરવાનું ફરી વચન આપ્યું હતું. આમ છતાં તેણે લગ્ન કર્યાં નહતાં. આખરે એક દિવસ જીતેન્દ્ર અને તેની પત્નીએ યુવતીને ઘરે બોલાવી અપશબ્દ બોલી મારી નાંખવાની ધમકી આપી હતી.
આથી, યુવતીએ આ અંગે જીતેન્દ્ર સુરેશ ગોહેલ અને કોમલ જીતેન્દ્ર ગોહેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top