Vadodara

આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ આપ્યાં

આણંદ તા.7
આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 34મા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ અને ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ આરટીઓ તથા શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આઈ ચેકઅપ કેમ્પ તથા વાહન ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા પોલીસ વડા અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક આણંદ ડિવિઝન જે.એન. પંચાલ તથા આણંદ જિલ્લા પોલીસ દ્વારા આરટીઓ તથા શંકરા આઈ હોસ્પિટલ, જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી વાસદ ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકોના આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 124 જેટલા વાહનચાલકોનું આઈ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એલીકોન સર્કલ ખાતે ટ્રાફિક અવરનેસનો કાર્યક્રમ કરી હેલ્મેટ વગરની દ્વિ-ચક્રી વાહનોના વાહનચાલકોનો વિના મૂલ્યે હેલ્મેટનું વિતરણ કરી ફરજીયાત હેલ્મેટ પહેરવા અંગે તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

Most Popular

To Top