Business

એમેઝોન એપ ફાઉંડરના 1,34,075 કરોડ ડૂબ્યા, અરબપતિઓને યાદીમાં આ સ્થાને પહોંચ્યા જેફ

નવી દિલ્હી: અમેરિકાની (America) ટેક કંપની એમેઝોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેઝોસની (Jeff Bezos) નેટવર્થમાં લગભગ રૂ. 1,34,075 કરોડ ($16 બિલિયન)નો ભારે ઘટાડો થયો હતો. ત્યારે કંપનીના નિરાશાજનક જોબ રિપોર્ટ બાદ એમેઝોનના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. એમેઝોનના શેરના ભાવ લગભગ 9 ટકાના ભારે ઘટાડા સાથે બંધ થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટાડા સાથે કંપનીના શેરોની કિંમત કંપનીના 2 વર્ષ જૂના સ્તરની નજીક પહોંચી ગઈ છે. એમેઝોન કંપનીએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક $147.9 બિલિયન હતી, જે પછી એમેઝોનના શેર 9% થી વધુ ઘટીને 3:30 વાગ્યા સુધીમાં $167 થી નીચે આવી ગયા હતા. ત્યારે નિષ્ણાંતોએ એમેઝોન માટે $148.5 બિલિયનની આવકનો અંદાજ મૂક્યો હતો.

જેફ બેઝોસ પાસે એમેઝોનના 929 મિલિયન શેર
નિષ્ણાંતોના અહેવાલ મુજબ તાજેતરના ઘટાડા પછી, એમેઝોનનો શેર 28 એપ્રિલ, 2022 પછીના તેના સૌથી ખરાબ સમયગાળા તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગે છે, જ્યારે એમેઝોનના શેરમાં 14%નો ઘટાડો થયો હતો. જેફ બેઝોસ એમેઝોનના કુલ 928 મિલિયન શેરના માલિક છે. ત્યારે ગુરુવારે ટ્રેડિંગના અંતે એમેઝોનના શેરમાં કંપનીના હિસ્સાનું મૂલ્ય $170.8 બિલિયનથી ઘટીને લગભગ $154.9 બિલિયન થઈ ગયું હતું.

એક મહિનામાં 15% ઘટાડો
માહિતી અનુસાર Nasdaq પર એમેઝોન કંપનીનો શેર 8.78 ટકા અથવા $16.17 ઘટીને $167.90 થયો હતો. તેમજ ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ $160.55 સુધી પહોંચ્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે છેલ્લા એક મહિનામાં એમેઝોનના શેરમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે શુક્રવારે કંપનીના શેરમાં થયેલા ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

મોટી ખોટ છતાં બેઝોસ અમીરોની યાદીમાં બીજા સ્થાને
શુક્રવારે કંપનીના શેર લગભગ 9% ઘટ્યા પછી, ફોર્બ્સના અહેવાલ મુજબ, બેઝોસ હજુ પણ $186.2 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે તમને જણાવી દઈએ કે શુક્રવારે ગ્લોબલ માર્કેટના ઘટાડા બાદ વિશ્વના તમામ 10 સૌથી અમીર લોકોને ઓછામાં ઓછા 1 બિલિયન ડોલરનું નુકસાન થયું છે, જેમાં એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ, માર્ક ઝકરબર્ગ જેવા દિગ્ગજ લોકોના નામ પણ સામેલ છે.

Most Popular

To Top