Vadodara

દારૂબંધીની ઐસી કી તૈસી : સોમાતળાવ વિસ્તારમાંથી દારૂ સાથે ખેપિયો ઝડપાયો

વડોદરા : વાડી પોલીસે વોચ ગોઠવી દેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને 84 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આશરે 26,680નો મુદ્દામાલ કબજે કરી સપ્લાયર અને ઘાઘરેટિયા નામચીન મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી છે.
વાડી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, સોમા તળાવ ગેસ ગોડાઉન તરફથી એક્સેસ ટુ વહીલર ઉપર એક શખ્સ દેશી દારૂનો થેલો લઈ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ગેસ ગોડાઉન પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબના શખ્સ નજરે પડતા જ આતરીને થેલા ચેક કરતા થેલામાંથી 3 લિટરની 28 નંગ દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ચાલક વિજેન્દ્ર ઉર્ફે ભથ્થું યુદ્ધવિરસિંહ રાજપુત (રહે-બોમ્બે હાઉસિંગ, દંતેશ્વર, વડોદરા) હોવાનું ખુલ્યું હતું. આ દારૂનો જથ્થો વડલા નજીક હરીનગરમાં રહેતા સલીમ મલેક પાસેથી ભાલીયાપુરાથી આપીને સોમા તળાવ ઘાઘરેટિયામાં રહેતી ઈલા માસીને પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂનું વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે કાયદાના રક્ષકો સામે પણ શંકાની સોય ઉપજે છે. આ પરિસ્થિતિ માટે રાજકીય છત્રછાયા પણ જવાબદાર છે.શહેરના કોઇ પણ ખૂણે આજે પણ દેશી દારૂની હજારો હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે.

દેશી દારૂનું વેચાણ હજૂ પણ યથાવત રહે છે.અનેક વખત લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બાદ પણ રાજકારણીઓ અને પોલીસ તંત્રની મજબૂત સાઠ ગાઠથી દેશી દારૂના બુટલેગરોને ઉની આંચ આવતી નથી. જેના પુરાવા ખુદ શહેરના કોઇ પણ પોલીસ મથકોના ચોપડા ખોલીને જોઈએ તો દેશી દારૂના વેપલા કરતા હજારોના નામ જોવા મળે છે. તો પાછા એ જ જગ્યાઓ પર ટૂંક સમયમાં જ અડ્ડાઓ કેવી રીતે અને કોની મહેરબાનીથી ચાલુ થઈ જાય છે. ઘાઘરેટિયા અને સોમા તળાવ વિસ્તારમા સેકડો લોકોને દેશી દારૂના રવાડે ચડાવી દેવાતા હોવાથી હજારોના ઘર બરબાદ થઈ ગયા છે. અને નશા ખોરો ની જીંદગી પણ નર્કાગાર બની ચુકી છે. અને પોલીસ હજુ પણ કડક કાર્યવાહી નહી કરે તો થતા જ રહેશે.

Most Popular

To Top