Madhya Gujarat

દેવગઢ બારીયામાં કતલખાનું ઝડપાયું આઠ ગાય અને બળદને બચાવી લેવાયા

દાહોદ: દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું પોલીસે ઝડપી પાડી 50 કિલો ગ્રામ કિંમત માસના જથ્થા સહિત ચાર ગાયો અને ચાર બળદોને બચાવી લઈ પોલીસે કુલ રૂપિયા 1,55,110/- નો મુદ્દામાલ કબજે કરી તેમને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો પોલીસને જોઈ નાસી જવામાં સફળ થયા હતા. દેવગઢ બારીયા નગર સહિત તાલુકામાં અનેક સ્થળોએ મસ મોટા કતલખાનાઓ ધમધમી રહ્યા છે પરંતુ પોલીસે માત્ર એક કતલખાના પર છાપો મારતા લોકોમાં અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના ભે દરવાજા વિસ્તારમાં રહેણાંક મકાનમાં મોટા પાયે કતલખાનું ચાલતું હોય તેવી સ્થાનિક પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરતા પોલીસની રેડ જોઈને કસાઈઓમાં નાશભાગ સર્જાઈ જવા પામ્યા હતા જેમાં કતલખાનું ચલાવનાર અફઝલ હબીબ મિર્ઝાને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે તેની સાથેના અન્ય ત્રણ જેટલા ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે કતલખાનામાંથી ગેરકાયદે રીતે કતલ કરવાના ઈરાદે ઘાસચારા કે પાણીની સગવડ વિના ગળે તથા પગે દોરડા બાંધેલ ગાયો ચાર તથા બળદો ચાર પશુઓને પોલીસે બચાવી લીધા હતા જ્યારે પશુ માસ 50 કિલોગ્રામ કિંમત રૂપિયા 10,000/- તેમજ પશુઓને કાપવાના સાધનો તથા સ્થળ પરથી પ્લાસ્ટિકના વાસણો વગેરે મુદ્દા માલ મળી પોલીસે કુલ રૂપિયા 1,55,110 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

પોલીસે પકડાયેલ માસના જથ્થાને પૃથક્કરણ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી ફરાર ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ કતલખાના ઉપર રેડ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ કતલખાનું ક્યારથી ચાલતું તેવા પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. દેવગઢ બારીઆ પોલીસ મથકમાં નવા પી.એસ.આઈ લ. ની નિમણૂંક થતા આ કતલખાના ઉપર રેડ કરતા અન્ય કસાઈઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

Most Popular

To Top