National

મુંબઈમાં ત્રાટક્યું તૌકતે : એરપોર્ટ બંધ કરવું પડ્યું, મુંબઈ લાઈફલાઈન લોકલ ટ્રેનની સેવા પણ બંધ

ચક્રવાત તૌકતે (cyclone tauktae) મહારાષ્ટ્ર (Maharashtra)ના જુદા જુદા ભાગોમાં જોવા મળ્યું હતું. સોમવાર સવારથી જ ભારે પવન (heavy wind) સાથે વરસાદ (heavy rainfall) પડી રહ્યો છે. ચક્રવાતને જોતા મુંબઈ એરપોર્ટ (mumbai airport) રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યુ હતું. ઘણી જગ્યાએ લોકલ ટ્રેનની સેવા પણ બંધ (stop local train service) કરી દેવામાં આવી હતી. લોકોને જરૂર વગર મકાનો ન છોડવાની સલાહ પણ આપવામાં આવી હતી. 

ચક્રવાત તોફાન તૌકતે ગુજરાતના દરિયાકાંઠે (Gujarat coastal) મંગળવાર સવારે 8 થી 11 વાગ્યા દરમ્યાન ટકરાશે. દીવ (div)થી તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અહીં, તૂટક તૂટક વરસાદ ચાલુ છે અને મુંબઇમાં ભારે પવન ફૂંકાયો છે.  અરબી સમુદ્ર (arabian sea)માં ચક્રવાત તોફાનને કારણે સોમવારે બપોરે મુંબઇમાં 114 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અત્યાર સુધીનું સૌથી ઝડપી વાવાઝોડું છે. NDRFની ત્રણ ટીમો રાહત અને બચાવ કાર્ય માટે મુંબઇમાં તૈનાત છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 12 ટીમો તૈયાર છે. 

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પછી, આપણે બધા માટે જાગૃત રહેવું જોઈએ. અમે મુંબઈમાં પાણી ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આવું ચક્રવાત મુંબઈમાં પહેલાં જોવા મળ્યું ન હતું. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોઈ જાન-માલનું નુકસાન ન થાય. આ દુર્ઘટનાને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે.  ઘાટકોપર, વિક્રોલી વિભાગ વચ્ચે મુસાફરી કરનારા વાહનો પર ભારે પવનથી ઝાડની ડાળીઓ પડી હતી. આ કારણે, સેવા વિક્ષેપિત થઈ હતી. સાવચેતીના પગલે ઘણી જગ્યાએ લોકલ ટ્રેનની સેવા બંધ કરી દેવામાં આવી છે.

મુંબઇ, થાણે, રાયગ, પાલઘર, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં, ભારે પવન સાથે વરસાદ વચ્ચે વૃક્ષો એક જગ્યાએથી પડી ગયા છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાની શેરીઓ પૂરથી ભરાઇ ગયા હતા. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. વાવાઝોડાના ભય અને હવામાનની કથળતા સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો ગોઠવવામાં આવી હતી. લોકોને કિનારાથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.

મુંબઈમાં બંધ મોનોરેલ સેવા,
મુંબઇ એરપોર્ટ (છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક) વાવાઝોડાને જોતાં 11 કલાક બંધ રહ્યો હતો. વળી, સવારે મુંબઇની કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોનોરેલ આખો દિવસ માટે રદ કરવામાં આવી હતી. 

Most Popular

To Top