National

એર ઈન્ડિયાની તેલ અવીવની ફ્લાઈટ્સ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી

એર ઈન્ડિયા જેણે પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 8 ઓગસ્ટ સુધી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી તેણે શુક્રવારે કહ્યું કે તેની ફ્લાઈટ કામગીરી આગામી આદેશો સુધી સ્થગિત રહેશે. એર ઈન્ડિયાએ તેલ અવીવથી અને ત્યાંથી ફ્લાઈટ્સ બુક કરાવનારા મુસાફરોને સંપૂર્ણ રિફંડની ખાતરી આપી છે.

એર ઈન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મધ્ય પૂર્વના ભાગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ અવીવથી અમારી ફ્લાઈટ્સનું સુનિશ્ચિત સંચાલન આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ,” એર ઈન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેલ અવીવથી મુસાફરી માટે પુષ્ટિ થયેલ બુકિંગ સાથે અમારા મુસાફરોને સંપૂર્ણ રિફંડ ઓફર કરી રહ્યા છીએ અમારા મહેમાનો અને ક્રૂની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

એર ઈન્ડિયાએ 2 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે તે મધ્ય પૂર્વમાં તણાવને કારણે 8 ઓગસ્ટ સુધી તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી રહી છે જોકે હવે તેણે આગામી આદેશ સુધી ફ્લાઈટ રદ્ કરી દીધી છે. એર ઇન્ડિયાએ વધુ માહિતી માટે 24/7 સંપર્ક કેન્દ્ર પર 011-69329333 / 011-69329999 નંબર પર કોલ કરવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે એર ઈન્ડિયા દિલ્હી અને તેલ અવીવ વચ્ચે અઠવાડિયામાં ચાર ફ્લાઈટ ચલાવે છે. આ વર્ષની શરૂઆતમાં પણ એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયામાં તણાવને કારણે સમય સમય પર તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી.

Most Popular

To Top