નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) ભારતીય ટીમને (Team India) સેમિફાઇનલમાં (Semi final) ઇંગ્લેન્ડના (England) હાથે કારમી હારનો (lose) સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડકપની સફરનો આ સાથે દુ:ખદ અંત આવયો છે. જોકે, ભારતીય ટીમ ભારત પરત નહીં ફરે. ઓસ્ટ્રેલિયાથી જ ભારતીય ટીમ વન-ડે સિરીઝ રમવા માટે ન્યૂઝીલેન્ડ રવાના થશે. જોકે, સમગ્ર ટીમ નહીં જાય. રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી સહિત કેટલાંક સિનિયર ખેલાડીઓ હવે આરામ કરશે. તેમના સ્થાને જુનિયર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ રમવા જશે.
વાસ્તવમાં, ભારતીય ટીમે હવે ન્યૂઝીલેન્ડમાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવાની છે. આ પ્રવાસ પર ટી-20 સિરીઝની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ શ્રેણીમાં કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવ્યો છે.
દ્રવિડની જગ્યાએ કોણ હશે કોચ
એક અહેવાલ અનુસાર ઈન્ડિયા ટીમના કોચ રાહુલ દ્રવિડની જગ્યાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના કોચ તરીકે VVS લક્ષ્મણને પસંદ કરવામાં આવ્યા છે. કોચ લક્ષ્મણ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનું કોચિંગ સંભાળતા જોવા મળશે. આ પ્રવાસ બાદ દ્રવિડ ફરીથી પોતાનો કાર્યભાર સંભાળશે. જણાવી દઈએ કે દ્રવિડ સિવાય બાકીના સ્ટાફને પણ આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ પર ODI ટીમની કપ્તાની શિખર ધવનના હાથમાં રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ પ્રવાસ માટે ભારતની ODI અને T20 ટીમોની જાહેરાત કરી ચૂકી છે.
આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નહીં જાય
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓ ન્યુઝીલેન્ડના પ્રવાસનો ભાગ નથી. એટલે કે આ તમામ ખેલાડીઓ હવે T20 વર્લ્ડ કપ 2022 બાદ પોતાના ઘરે પરત ફરશે. નવેમ્બર બાદ ભારતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે.
ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.
ભારત અને ન્યુઝીલેન્ડનું શિડ્યુલ
- 18 નવેમ્બર, શુક્રવાર: 1લી T20, વેલિંગ્ટન
- 20 નવેમ્બર, રવિવાર: 2જી T20, માઉન્ટ મૌંગાનુઇ
- 22 નવેમ્બર, મંગળવાર: ત્રીજી T20, ઓકલેન્ડ
- 25 નવેમ્બર, શુક્રવાર: 1લી ODI, ઓકલેન્ડ
- 27 નવેમ્બર, રવિવાર: 2જી ODI, હેમિલ્ટન
- 30 નવેમ્બર, બુધવાર: ત્રીજી ODI, ક્રાઈસ્ટચર્ચ