Gujarat

કેન્દ્રએ એક્સાઈઝ ઘટાડ્યા બાદ હવે દાદાની સરકારે રૂા.7નો વેટ ઘટાડ્યો


કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે પણ બુધવારે રાત્રે પેટ્રોલ-ડિઝલ પર લેવાતા વેટ પર રૂા.7નો ઘટાડો જાહેર કરતાં હવે રાજ્યમાં એકંદરે પેટ્રોલમાં રૂા.12 અને ડિઝલ પર રૂા.17નો ઘટાડો થયો છે. જેનો લાભ બુધવાર રાત્રીથી જ ગ્રાહકોને મળતો થયો છે. પેટ્રોલ તથા ડિઝલ પર વેટનો ઘટાડો જાહેર થયા બાદ રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

દિવાળી પર્વ પહેલા જ કેન્દ્રએે રાજ્ય સરકારની જાહેરાતથી ગ્રાહકોને થોડીક રાહત થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર રૂા.5 તથા ડિઝલ પર રૂા.10ની એકસાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી તે પછી રાજ્ય સરકાર દ્વારા પણ પેટ્રોલ – ડિઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી.

જેના પગલે રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા પેટ્રોલ-ડિઝલ પર પર રૂા.7 વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જેના પગલે હવે બુધવારે મધરાતથી રાજ્યમાં પેટ્રોલમાં રૂા.12 તથા ડિઝલમાં રૂા.17નો ઘટાડો કર્યો છે.

Most Popular

To Top