બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSEE PANNU) અને ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (ANURAG KASHAYAP) સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આઇટી ( IT) વિભાગની આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 650 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓ મળી આવી છે. ટેક્સ ચોરીના આરોપો પર વિભાગની કાર્યવાહીના ત્રણ દિવસ બાદ તાપસી પન્નુએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
તાપસી પન્નુએ તેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર કાઢ્યો છે. તેણે સતત બેક ટુ બેક ત્રણ વખત ટ્વિટ કર્યું. પોતાની પહેલી ટ્વિટમાં તેણે લખ્યું – ‘કથિત’ બંગલાની ચાવી જે પેરિસમાં છે, કારણ કે હું ત્યાં ઉનાળાની રજાઓ ઉજવતી હતી. બીજા ટ્વીટમાં લખ્યું છે કે કથિત પાંચ કરોડ રૂપિયાની રસીદ ભવિષ્ય માટે છે. તે પહેલાં પૈસાની ના પાડી ન હતી ‘. આ સાથે તેણે ગુસ્સે ભરાયેલા ઇમોજી પણ શેર કર્યા છે. હકીકતમાં, અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે તાપસી પન્નુને પાંચ કરોડની રોકડ ચૂકવવામાં આવી હતી અને તેની રસીદ તેના ઘરેથી મળી હતી.
તાપસીએ ‘સસ્તી નકલ’ ( SASTI COPY) કહીને કંગના ( KANGNA) પર કટાક્ષ કર્યો છે, કેમ કે ‘પંગા ક્વીન’એ ઘણી વાર તેની સસ્તી નકલ બોલાવી છે.
બે મોટી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પર પણ આવકવેરાનો દરોડો સતત ચાલી રહ્યો છે. અત્યાર સુધીની તપાસમાં ફેન્ટમ કંપનીના લોકો 650 કરોડના વ્યવહાર અંગે કોઈ માહિતી આપી શક્યા નથી. તાપસી પન્નુ પણ આવકવેરા અધિકારીઓને 5 કરોડની માહિતી આપી શકી નથી. આવકવેરા વિભાગે 7 બેંક લોકર પણ સ્થિર કર્યા છે. આવકવેરા અધિકારીઓ સતત પૂણેમાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની પૂછપરછ કરી રહ્યા છે.
ઇન્ટેક્સ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ કંપની પર કરચોરીના આરોપ હેઠળ છેલ્લા ત્રણ દિવસથી મુંબઇ અને પુણેમાં 28 સ્થળોએ દરોડા પાડી રહ્યો છે. બોલીવુડ સ્ટાર્સ તાપ્સી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરો અને ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ક્વાન ટેલેન્ટ એજન્સીમાં છેલ્લા 3 દિવસથી દરોડા દરમિયાન અહીં પહોંચેલા આવકવેરા અધિકારીઓ ક્વાન અને હસ્તીઓ વચ્ચેના કરારોની તપાસ કરી રહ્યા છે. આવકવેરા વિભાગની નજર એ પણ છે કે આ કરારોમાં કવાને કેટલું કમિશન મેળવ્યું છે. આ રકમ ફેન્ટમ ફિલ્મ્સના એકાઉન્ટ બુક સાથે તેનો મેળ કરવવામાં આવશે અને ફેન્ટમ દ્વારા ફિલ્મના સ્ટાર્સને ચૂકવણી કરવા માટે આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહીં તે જાણવામાં આવશે.