વડોદરા : રાજ્ય સહિત શહેરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓની કિલકારીથી ગૂંજી ઉઠ્યા હતા. કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી હતી. સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિધાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા. કોરોનાને પગલે 2 વર્ષથી ઓનલાઇન-ઓફલાઇન વચ્ચે ચાલેલું શૈક્ષણિક સત્ર હવે રાબેતા મુજબ શરૂ થયું છે. જૂન 2020 અને જૂન 2021 બાદ આજે ફરી એકવાર શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠી છે.
શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં 500 શાળાઓમાં 3 લાખ વિદ્યાર્થી અભ્યાસ માટે આજથી સ્કૂલો ખૂલતાં વિધાર્થીઓ,વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર-જિલ્લામાં 224 ગ્રાન્ડેટ, 263 નોન ગ્રાન્ટેડ શાળા છે.3 લાખ કરતાં વધારે વિદ્યાર્થી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરે છે. કોરોનાને પગલે 2 વર્ષથી શિક્ષણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. શિક્ષણ સમિતિની 120 શાળા પણ આજથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધો.1 થી 8માં 36 હજાર જેટલાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આગામી 22મીએ ધોરણ 1 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશ ઉત્સવ યોજાશે. શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દ્વાર પ્રવેશઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે.
ઓફલાઇન શિક્ષણ અસરકારક
છેલ્લા 2 વર્ષમાં કોરોનાની મહામારીના પગલે શિક્ષણ કાર્યમાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણમાં સંકલનના અભાવે પરિણામ પર અસર જોવા મળી છે પરંતુ આજથી તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં આવ્યા છે તો હવે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે યોગ્ય પ્રમાણમાં ઓફલાઇન શિક્ષણ અસરકારક નીવડશે અને સારું પરિણામ મેળવી શકાશે સાથે કોરોના હજુ ગયો નથી તમમાએ સાવચેતી રાખવા આહવાન કર્યું હતું.
-પરેશ શાહ, આચાર્ય, જય અંબે વિદ્યાલય