National

બહરાઈચ હિંસાના આરોપીઓના એન્કાઉન્ટર બાદ CM યોગીએ આપ્યા આ નિર્દેશ, કલમ 163 લગાવાઈ

બહરાઈચમાં હિંસા દરમિયાન રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓનું ગુરુવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. યુપી પોલીસ અને STF ની હિંસાના બે આરોપીઓ સાથે અથડામણ થઈ હતી. આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એન્કાઉન્ટર બાદ સરફરાઝ ગંભીર રીતે ઘાયલ છે અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટના બાદ સીએમ યોગીએ બહરાઈચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે.

ADG કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે કહ્યું કે એન્કાઉન્ટર થયું હોવાની માહિતી મળી છે. વધુ માહિતી મળતાં જ હું શેર કરીશ. જ્યારે એન્કાઉન્ટર થયું ત્યારે આ લોકો નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાંચ લિસ્ટેડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હમીદ, અફઝલ, સરફરાઝ અને તાલિબની ધરપકડ કરવામાં આવી છે. બહરાઈચમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. બહાર પણ ચાર કે તેથી વધુ લોકો ભેગા થઈ શકતા નથી.

આ એન્કાઉન્ટર બાદ સીએમ યોગી આદિત્યનાથને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. ડીજીપી પ્રશાંત કુમારે મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતચીતમાં અપડેટ કર્યા છે. DGP હેડક્વાર્ટરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી બેઠક ચાલી રહી છે. ડીજીપી પ્રશાંત કુમાર, એજીડી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર છે.

બીજી તરફ આ એન્કાઉન્ટર બાદ સીએમ યોગી આદિત્યનાથે બહરાઈચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે. હિંસાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સફરાઝ અને તાલિબની હાલત નાજુક છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એકને જમણા અને એકને ડાબા પગમાં ગોળી વાગી હતી.

આ એન્કાઉન્ટર બાદ બહરાઈચ અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુરુવારે પાંચમા દિવસે ફરીથી ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.

Most Popular

To Top