Entertainment

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના કેસમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીનો નિર્દોષ છૂટકારો

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના મોત કેસમાં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી જિયાની માતા રાબિયાને મોટો ઝટકો લાગ્યો છે. તે આ નિર્ણયને સીબીઆઈ કોર્ટમાં પડકારશે.

જિયા ખાન 3 જૂન 2013ના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. દસ વર્ષ બાદ જિયા ખાન કેસમાં સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. અભિનેતા પર જિયાને મરી જવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. પુરાવાના અભાવે કોર્ટે સૂરજને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે સૂરજ સામે કોઈ કેસ નથી. ચુકાદા બાદ અભિનેતાએ કોર્ટનો આભાર માન્યો હતો. સૂરજની માતા ઝરીના વહાબે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે જિયા ખાનની માતા રાબિયા આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી.

કોર્ટના નિર્ણય પર રાબિયાએ મીડિયા સાથે વાત કરી. તેણે હજુ સુધી હાર માની નથી. રાબિયાએ કહ્યું કે હજુ અંતિમ ન્યાય થયો નથી. પુરાવાના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીઆઈએ તેનું કામ યોગ્ય રીતે કર્યું નથી. હું હજી પણ પૂછીશ કે મારી દીકરીનું મૃત્યુ કેવી રીતે થયું. આ રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. હું આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશ.

Most Popular

To Top