Charchapatra

અભ્યાસ વડે સિધ્ધિ

 ‘સત્સંગ પૂર્તિ’માં સાધુ જ્ઞાનાનંદજી ભગવત ગીતાના શ્લોક દ્વારા ઘણું જીવનલક્ષી જ્ઞાન પ્રદાન કરે છે. તા. 26 જુલાઇના સાતત્યપૂર્ણ અભ્યાસ લેખમાં ગીતા 6/44નો શ્લોક પૂર્વાભ્યાસેન તનૈવ હિયતે યાવશોપિ’પૂર્વે કરાયેલો સતત અભ્યાસ પણ યોગની સંસિધ્ધિ માટે ઉપયોગી થાય છે. પૂર્વ તૈયારી સફળતાની પહેલી શરત છે. આત્મબળ અને દૃઢ ઇચ્છા શકિતથી જીવનના શ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. ગીતામાં આ વાતની પુષ્ટિ કરતાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું અભ્યાસયોગ વડે મને પામવાની ઇચ્છા કર. 12/9 ભગવત ગીત લેખમાં અમેરિકાના વિકલાંગ વોલ્ટર ડેવિસે સાતત્યપૂર્ણ પ્રયત્ન કરી મોન્ટીઅલ ઓલિમ્પિકમાં 2.4 મીટર કૂદકો લગાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તે જાણવા મળ્યું.

હાલમાં ટોકયો ઓલિમ્પિકમાં મીરાબાઇ ચાનુએ 2016 ના રિયા ઓલિમ્પિકની નિષ્ફળતાને પચાવી નિરાશાને ખંખેરી પૂર્ણ પ્રયત્નથી સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું. વીજળી બલ્બના શોધક થોમસ આલ્વાએ સેંકડો નિષ્ફળતા પછી પણ હિંમત ન હારતાં બલ્બના શોધક બન્યા. સુધા ચંદ્રન, અરણિયા સિંહા વિકલાંગ હોવા છતાં સાતત્યપૂર્ણ અભ્યાસના બળે પોતાનું લક્ષ્ય સિધ્ધ કર્યું. પ્રહ્લાદ, ધ્રુવ, નચિકેતા જેવા બાળ ભકતો પણ કઠિન સંજોગોમાં વિચલિત થયા વિના પોતાનું ધ્યેય સિધ્ધ કર્યું. કલા ક્ષેત્રમાં અવિરત રિહર્સલ, રિયાઝ દ્વારા જ કલાકાર પોતાની કલામાં પ્રાણ પૂરે છે. જીવનમાં સાતત્યપૂર્ણ અભ્યાસ દ્વારા સિધ્ધિ નથી. ભગવાને ગીતામાં જ્ઞાન, કર્મ અને ભકિત યોગ સાથે અભ્યાસ યોગનો મહિમા પણ કહ્યો છે. સુરત   – પ્રભા પરમાર         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top