Business

દેશના ધનિકોના પુરષાર્થ અને પ્રારબ્ધના લેખાંજોખાં!

આપણે કેવાં ગ્રહ અને નક્ષત્રોની છાયામાં જન્મ્યા તે દોરે છે,આપણી જમાં-ઉધારની રેખાઓ દેખાડે છે, અશક્ય અને અકલ્પીત ફળ મળે ત્યારે ટકોરો વાગતો નથી! મહેનત કરવાની જ છે,કોઈની ફળે છે! કોઈ રડે છે! તેના આધારે  કેટલાં પૈસા કમાઈ શકીએ? પરંતુ જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે. દેશના સૌથી ધનિક લોકો કઈ રાશિમાં જન્મ્યા છે? તે ચકાસીને આ વાતની ખાતરી કરી શકે છે. દેશના ટોચના દસ સૌથી ધનાઢ્ય લોકો (ભારતના શ્રીમંત વ્યક્તિઓ) છ રાશિઓમાં જન્મે છે. તેમાંથી અડધાથી વધુ રાશિઓ પાંચ રાશિના કબજામાં છે. આપણા દેશના સૌથી ધનિક લોકોની યાદી જોઈએ તો વાત વૈભવની સ્પષ્ટ સમજાઈ જશે. દેશના પ્રથમ દસ સૌથી ધનિક લોકો છ રાશિઓમાં જન્મે છે. તેમાંથી છ નો જન્મ ત્રણ રાશિઓમાં થયો છે. દેશના ટોચના દસ ધનિકોમાં અદાણી જૂથનાં ગૌતમ અદાણી,રિલાયન્સ ગ્રુપનાં મુકેશ અંબાણી,એચસીએલ ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર,રાધાકિશન એસ. દામાણી જેઓ ભારતીય અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગપતિ અને ડીમાર્ટનાં સ્થાપક છે.

તેમની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ દ્વારા મોટું રોકાણ કરી બજારમાં થાય છે. તેમનાં પોર્ટફોલિયોનું સંચાલન પણ કરે છે. સાવિત્રી દેવી જિંદાલ એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તે ઓ.પી.જિંદાલ ગ્રુપની ચેરપર્સન એમેરેટસ હતાં, સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે, અને ૨૦૧૬માં ૧૬મી સૌથી ધનિક ભારતીય તરીકે ગણવામાં આવ્યાં હતાં. જેમની સંપત્તિ,આવક કૂલ ચાર બિલિયન ડોલર આંકવામાં આવી હતી. એક તબક્કે તેઓ વિશ્વનાં ૪૫૩માં સૌથી ધનિક વ્યક્તિ પણ હતાં. સાવિત્રી જિંદાલની સંપત્તિ હાલ ઓગણીસ બિલિયન ડોલર અંકાય છે!લક્ષ્મી નિવાસ મિત્તલ યુનાઇટેડ કિંગડમ સ્થિત ભારતીય સ્ટીલ મેગનેટ છે. તેમણે લોઢું તપે એમ પોતાનું સામ્રાજ્ય ટીપી ટીપીને ઘડ્યું છે!

તેઓ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલના અધ્યક્ષ છે, કુમાર મંગલમ બિરલા એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ, આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ છે, જે ભારતમાં સૌથી મોટા વૈશ્વિક સમૂહમાંનાં એક છે. તેઓ બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ચાન્સેલર પણ છે. દિલીપ સંઘવી ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટરના પુત્ર, દિલીપ સંઘવીએ સન ફાર્મા શરૂ કરવા માટે બસ્સો ડોલર ઉછીના લીધા હતા અને માનસિક દવાઓ બનાવવા માટે તેની હરણફાળ આશરે ત્રણ દાયકામાં આશરે પાંચ અબજ ડોલરની વાર્ષિક આવક સાથે ભારતની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ ફાર્મા આઉટફિટ છે.

સાયરસ એસ. પૂનાવાલા એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે, અને સાયરસ પૂનાવાલા ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જે એક ભારતીય બાયોટેક કંપની છે જે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે અને ઉદય સુરેશ કોટક એક ભારતીય અબજોપતિ બેંકર છે અને કોટક મહિન્દ્રા બેંકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. એંસીનાં દાયકામાં જ્યારે ભારત હજુ પણ બંધ અર્થતંત્ર હતું અને આર્થિક વૃદ્ધિ મૌન હતી, કોટકે બહુરાષ્ટ્રીય કંપનીમાંથી આકર્ષક નોકરીના વિકલ્પને નકારીને પોતાની જાતે જ આપબળે શરૂઆત કરવાનું નક્કી કર્યું. તેઓ કર્ક, મેષ, મીન, મિથુન, તુલા અને વૃષભ છ રાશિઓમાં જન્મ્યાં છે .

 બધાં જીવનમાં સમૃદ્ધ બનવા ઈચ્છતા હોય છે પણ અર્થલક્ષ્મીની પોતાની ભૂમિતિ છે. બધાં સાથે તે દયાળુ નથી. એવું જોવા મળે છે કે ધનિક દિવસે ને દિવસે વધુ અમીર થતો જાય છે અને એક વર્ગ એવો પણ છે જે આખી જિંદગી કોશિશ કરે તો માંડ બે પાંદડે જોવા મળે છે. આ ધન અને સંપત્તિ ચોક્કસ ગણેલાં લોકોના હાથમાં આટલી બધી સત્તા વત્તા સંપત્તિ કેમ હોય છે? જ્યોતિષશાસ્ત્ર ધ્યાન દોરે છે કે પૈસા કમાવવા માટે સક્ષમ થવું એ મોટાભાગે રાશિચક્ર પર આધારિત છે. ધનવાન બનવા માટે જેમ પહેલાં પરિશ્રમ જરૂરી છે તેવી જ રીતે ભાગ્યની મદદ પણ જરૂરી છે. સૌભાગ્યલક્ષ્મી પ્રસન્ન ન હોય તો હજાર પ્રયત્નો પણ નિષ્ફળ જાય.

દેશના સૌથી અમીર લોકોના રાશિચક્ર પર એક નજર નાખો. w આપણા દેશના સૌથી ધનિક લોકોની યાદી જોઈએ તો મામલો સ્પષ્ટ થઈ જશે. દેશના પ્રથમ દસ સૌથી ધનિક લોકો છ રાશિઓમાં જન્મે છે. તેમાંથી છનો જન્મ 3 રાશિઓમાં થાય છે. દેશના ટોચના દસ ધનિકોમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, શિવ નાદર, રાધાકિશન દામાણી, સાવિત્રી જિંદાલ, લક્ષ્મી મિત્તલ, કુમાર બિરલા, દિલીપ સાંગવી, સાયરસ પુનાવાલા અને ઉદય કોટકનો સમાવેશ થાય છે. તેઓ જે છ રાશિઓમાં જન્મે છે તે છે કર્ક, મેષ, મીન, મિથુન,તુલા  અને વૃષભ. તેમાંથી ત્રણ રાશિ મીન અને બે રાશિ કર્ક અને મિથુન છે. બીજા શબ્દોમાં કહીએ તો, ટોચના દસ ધનિક લોકોમાંથી સાત ત્રણ રાશિઓમાં જન્મ્યાં છે.

 હાલમાં દેશના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીનો જન્મ કર્ક રાશિમાં થયો છે. બીજા સ્થાને રહેલા મુકેશ અંબાણીનો જન્મ મેષ રાશિમાં થયો છે. ગૌતમ અદાણી સિવાય શિવ નાદર કર્ક રાશિમાં જન્મેલાઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. રાધાકિશન દામાણી, સાવિત્રી જિંદાલ અને ઉદય કોટકનો જન્મ મીન રાશિમાં થયો છે. લક્ષ્મી મિત્તલ અને કુમાર બિરલાની રાશિ મિથુન છે. આ ઉપરાંત દિલીપ સંઘવીનો જન્મ તુલા રાશિમાં અને સાયરસ પુનાવાલાનો જન્મ વૃષભ રાશિમાંમાં થયો છે.  જ્યોતિષ ગણિત છે તેમાં ધન મેળવવાનો જુદો અર્થ એ છે કે આ ગણતરીમાંથી સ્પષ્ટ નાણાં કમાવવામાં આ કોઠાની વિશેષ ભૂમિકા છે. એવું કહી શકાય કે આ રાશિઓ હેઠળ જન્મેલાં લોકોનો જન્મ ધનલક્ષ્મીના આશીર્વાદ સાથે થાય છે. તેમની મહેનત આરંભે શરૂ થાય પછી વધુ અને વધુ મહેનત કરી જીવનમાં લક્ષ્મી ઉપરાંત પણ સિદ્ધિ પામે છે!

Most Popular

To Top