આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહયા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમાજને ધીમે ધીમે ઉધઇની જેમ ખાઇ રહયા છે. ઉપરથી મજબૂત દેખાતા આ સામાજિક સંબંધો અને સંગઠનો અંદરથી ઇગો અને પાવરની લડાઇમાન વિખરાઇ રહયા છે. ભીખ માગતા લોકોની સામે પણ આપણે નિરાંતે ખાઇ શકીએ છીએ. લગભગ દરેક વ્યકિતને જાણે અજાણે બેઇમાની આકર્ષે છે.
મહાભારત કાળથી નવજાત શિશુને ત્યજી દેવાની પ્રથા ચાલી આવે છે. એટલે નવજાત શિશુને ત્યજી દેતા લોકોને કઠોર હૃદયના કહેવા કે એમની સ્થિતિ પર દયા ખાવી? વળી વૃધ્ધની કાળજી ન કરી શકતા સંતાનની કારમી પરિસ્થિતિ સમજવી કે એમને જવાબદારી પૂરી ન કરવા બદલ ધિક્કારવા?
ત્યજી દેવાયેલા બાળક માટે કે અશકત વૃધ્ધ ઉપર અત્યાચાર કરનાર માટે સરકારે કડક કાયદા બનાવવા જોઇએ? જેમ બળાત્કાર અને જાતિય શોષણ માટેના કાયદા વધુ સ્ત્રી તરફી બનાવવામાં આવ્ાય છે. એવી જ રીતે ત્યજાયેલ બાળક કે વૃધ્ધને ન્યાય મળે માટે સરકારે વધુ સજાગ થવાની જરૂર નથી લાગતી?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.