SURAT

સુરતના હોલીઝોન ક્લબની મેમ્બરશીપ પર દમણની હોટલમાં રોકાવા ગયેલી મહિલાને થયો કડવો અનુભવ

સુરત: સુરતના અલથાણમાં રહેતી મહિલાને ક્લર એન્ડ રિસોર્ટની મેમ્બરશીપ લેવાનું ભારે પડ્યું છે. મેમ્બરશીપ કાર્ડ પર દમણની હોટલમાં પરિવાર સાથે ફરવા ગયેલી મહિલાને કડવો અનુભવ થયો હતો. હોટલના સંચાલકોએ એક્સ્ટ્રા રૂપિયા માંગતા મહિલા ચોંકી ઉઠી હતી અને સુરત પરત આવીને મેમ્બરશીપ રદ કરાવી હતી, છતાં ક્લબના સંચાલકો તેમને રૂપિયા પરત નહીં કરતા આખરે આ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

  • રાહુલ રાજ મોલમાં આવેલી હોલીઝોન ક્લબ એન્ડ રિસોર્ટ ઈન્ડિયાના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
  • અલથાણની પરસોત્તમ નગર સોસાયટીની હેતલ ગોળવાલા સાથે ક્લબ સંચાલકોએ કરી છેતરપિંડી
  • નિયમ અનુસાર નિયત સમયમર્યાદામાં મેમ્બરશીપ રદ કરાવી છતાં ક્લબના સંચાલકોએ મહિલાને રિફંડ કર્યું નહીં

ડુમસ (Dumas) રોડ પર રાહુલ રાજ મોલમાં (Rahul Raj Mall) આવેલા હોલીઝોન કલબ એન્ડ રીસોર્ટ ઈન્ડીયા (Holizon Club And Resort India) કંપનીની મેમ્બરશીપ કેન્સલ કરવા છતાંયે મેમ્બરશીપના (MemberShip) ભરેલા રૂપિયા 85 હજાર પરત નહી કરતા મેમ્બરશીપ લેનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના માલીક સહિત ચાર સામે છેતરપિંડીનો (Fraud) ગુનો દાખલ થયો છે.

ઉમરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અલથાણ પરષોત્તમનગર સોસાયટીમાં રહેતા હેતલબેન સંજીવકુમાર ગોળવાળા (ઉ.વ.34) ડુમસ રોડ રાહુલ રાજ મોલમાં આવેલી હોલીઝોન કલબ એન્ડ રીસોર્ટ ઈન્ડીયા પ્રા.લી કંપનીના માલીક સર્વપ્રિત સીંગ નંદા (રહે, ગ્રીનફિલ્ડ કોલોની ગુરુદ્વાર પાસે ફરીદાબાદ), મેનેજર શાહનવાજ સાજીદકાન પઠાણ (રહે, રતચિંતામણી મુગલીસરા ચોકબજાર), આકાશસીંગ તથા એકઝીક્યુટીવ સેલ્સ મેનેજર આકાશસિંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ જણાવ્યું હતું કે આરોપીઓએ તેમની કંપનીની લોભામણી સ્ક્રીમ બતાવી વિશ્વાસ જીતી તેમની સ્કીમ અનુસાર મેમ્બરશીપ લેવા દબાણ કર્યું હતું. તેમની પર વિશ્વાસ કરી 7 ડિસેમ્બર 2019ના રોજ રૂપિયા 85 હજારમાં મેમ્બરશીપ લીધી હતી.

દરમિયાન હેતલબેન પરિવાર સાથે દમણની હોટલ બ્લુ લગુન માં બુકીંગ કરાવતા તેમની પાસે વધારાના મેઈન્ટેન્સ ચાર્જની માંગણી કરતા હેતલબેનએ કંપનીના નિયમ મુજબ 10 દિવસમાં કંપનીની મેમ્બરશીપ ઈ-મેઈલ મારફતે રદ કરાવી હતી અને મેમ્બરશીપ પેટે ભરેલા રૂપિયા 85હજારની પરત માંગણી કરવા છતાંયે પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. અનેકોવાર ઉઘરાણી કરવા છતાં હોલીઝોન ક્લબ એન્ડ રિસોર્ટના કર્મચારી, સંચાલકો દ્વારા રૂપિયા પરત નહીં કરવામાં આવતા આખરે હેતલબેને રિસોર્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. ઉમરા પોલીસે હેતલબેનની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top