Business

સહકારી ક્ષેત્રે મહત્વની ગણાતી APMCની ચૂંટણીની જાહેરાત

ગુજરાત: ખેડૂતોને તેઓની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી દરેક જિલ્લામાં એપીએમસીની સ્થાપના કરવામાં આવી છે. એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી)ની સ્થાપના રાજ્યોએ તેમના સ્થાનિક કાયદાઓ હેઠળ ખેડૂતોને તેમની પેદાશ ખરીદ-વેચાણ કરવા એક મંચ મળી રહે તે માટે કરી હતી. અહીં એક જ સ્થળે રાજ્યની એજન્સી અથવા અધિકૃત એજન્ટ દ્વારા ખેતપેદાશોની ખરીદી થાય છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી એપીએમસીની ચૂંટણીનો માહોલ જામ્યો છે. એપીએમસીની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકારી આગેવાનોએ પણ પોતપોતાની લોબીંગ શરૂ કરી દીધી છે. એપીએમસી કે જ્યાં કરોડો રુપિયાનો વેપાર થતો હોય તેના કારોબારીની ચૂંટણીની તારીખો જાહેર થતાં સૌ કોઈની નજર એપીએમસી ઉપર ટકેલી છે. જણાવી દઈએ કે સહકારી ક્ષેત્રે એપીએમસીની ચૂંટણીને મહત્વની ગણવામાં આવે છે.

વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી APMCની ચૂંટણી હવે જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં એપીએમસીની ચૂંટણી થવાની જાહેરાત કરવામાં આવી છે.

ફેબ્રુઆરી માસમાં બે APMCની યોજાશે ચૂંટણી
3જી ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી યોજાશે
24મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે
માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે
4થી માર્ચે અંજાર APMCની ચૂંટણી યોજાશે
17 APMCની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે
10 APMCની એક સાથે 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે
બાયાડ APMCની 12મી એપ્રિલે યોજાશે ચૂંટણી
કરજણ અને સિદ્ધપુર APMCની 17મી એપ્રિલે ચૂંટણી
માણસા અને વાસદ APMCની 17મી એપ્રિલે ચૂંટણી
ટીંબી અને વાલિયા APMCની 17મી એપ્રિલે ચૂંટણી
તારાપુર અને ડીસા APMCની 17મી એપ્રિલે ચૂંટણી
બોડેલી અને ઉમરાળા APMCની 17મી એપ્રિલે ચૂંટણી
સુરત અને વિરમગામ APMCની 24મી એપ્રિલે ચૂંટણી
અને સોનગઢ (તાપી) APMCની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે
માલપુર APMCની 27 અને કાલાવડ APMCની 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી
માંડલ APMCની 29મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે
વાલોડ અને સાવલી APMCની 1લી મેના રોજ ચૂંટણી યોજાશે
ધંધુકા APMCની 5મી એપ્રિલેના રોજ ચૂંટણી યોજાશે

Most Popular

To Top