ગરબાડાના કૂવામાંથી બે દિવસની નવજાત બાળકી મળી આવી – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

ગરબાડાના કૂવામાંથી બે દિવસની નવજાત બાળકી મળી આવી

ગરબાડા: મમતા મરી પરવારી હોવા જેવો બનાવ બન્યો છે. ગરબાડા તાલુકાના ભે ગામે કૂવામાંથી નવજાત બાળકી મળી આવી છે. ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયા પાસે આવેલ એક ખાલી કૂવા માંથી નવજાત બાળકી મળી આવતા પંથક માં ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં અવારનવાર બાળકો લાવારિસ હાલતમાં મળી આવતા હોય છે ત્યારે માંની મમતા મરી પરવારી હોય તેવા દાખલા સામે આવે છે ત્યારે ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયા નજીક આવેલ પાણી વગર ના સૂકા કૂવા માં કોઈ અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવતા પંથક માં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયા માં આવેલ કૂવામાંથી સ્થાનિક લોકો ને કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા નવજાત ત્યજી દીધેલ જીવિત બાળકી મળી આવી હતી આ બાબત ની જાણ ગામ આગેવાનો ને કરાતા જીવિત બાળકી ને કૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી અને 108 મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી. ગરબાડા પોલીસે બાળકી ને કૂવા માં ફેંકી તરછોડી ગયેલ અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top