જામનગરના મોરકડા ગામમાં આફ્રિકાથી આવેલા એક વ્યક્તિમાં પોઝિટિવ લક્ષણો જણાયા હતા. કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. સાથે જ આ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામનગર નજીક મોરકડા ગામમાં એક વ્યક્તિ આફ્રિકાથી આવ્યો હતો. આ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા સાથે નવા વાયરસ ઓમિક્રોન વેરિયન્ટની શંકાને પગલે તેની આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. તેના સેમ્પલ મેળવીને પુનાની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ આ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.