વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ પર મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 2 યુવતી સહિત 5 લોકોની અટક કરીને SOGની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી વડોદરા SOGને મળી હતી, જેથી SOGની ટીમે મંગળવારે મોડી રાત્રે ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતી મળી આવી હતી. SOGની ટીમે બંને યુવતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી, જેમાં સેકેસરેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ કોલકતા અને મુંબઈથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હોવાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે હોટલમાંથી 2 યુવતી સહિત હોટલના મેનેજર રમેશભાઇ પુંજાભાઇ ડાભી (રહે, વીરપુરના મુવાડા, મુડાવડેખ, તા.ખાનપુર, જિ.મહીસાગર), પ્રવિણભાઇ અર્જુનભાઇ ગોહિલ, (રહે, વિરલપાર્ક સોસાયટી, અંબે સ્કૂલ પાસે, મકરપુરા) અને દેવરાજ મુકેશભાઇ કાપડી, (રહે, પાલઘર, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી અને રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી કચરૂ લાલજી પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 4 મહિના પહેલાં જ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સરેકેટનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- 9700 રોકડ
- 03 મોબાઈલ
- 02 નિરોધના પેકેટ
આ રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટથી રેકેટ ચાલતું
પોલીસને જાણ થઇ હતી કે, હાઇપ્રોફાઇલ સેક્સરેકેટને સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુગલ સર્ચમાં ઇસ્કોટ સર્વિસ ઇન વડોદરા સર્ચ કરતા “SKOKKA” નામની સાઇટ બતાવવામાં આવતી હતી. જે સાઇટ પર ક્લિક કરતાની સાથે જ એક વોટ્સઅપ નંબર આપવામાં આવતો હતો. જેની ઉપરથી ગ્રાહકને પસંદગી માટે જુદી-જુદી યુવતીઓના ફોટા મોકલામાં આવતા હતા.
તેમજ વોટ્સઅપના માધ્યમથી જ યુવતીનો સમય મુજબ ભાવ નક્કી કરવામાં આવતો હતો. ત્યારબાદ વોટ્સઅપ પર હોટલનો રૂમ બુક કરવમાં આવે છે. અને તે હોટલનું નામ સરનામું તથા લોકેશન તેમજ હોટલનો રૂમ નંબર સાથેનો ફોટો બતાવવામાં આવે છે. ત્યારબાદ હોટલમાં જઈ હોટના મેનેજરને મળતા વોટસએપ કોલ દ્વારા વાત કરાવ્યાબાદ નક્કી થયેલ રૂમની ચાવી સાથે યુવતીને રૂમમાં મોકલવામાં આવતી હોવાની ખાતરી થતાંની સાથે દરોડો પાડવામાં આવ્યો હતો.